પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના દસ વર્ષીય પુત્ર આરૂષે ગુજરાતી છુ ગુજરાતી રહીશ તેવુ એક ગીત ગાયુ જે સોશીયલ મિડીયા ઉપર ખુબ વાયરલ થયુ ખાસ કરી ખુદ હર્ષ સંધવીએ પોતાના દિકરા આરૂષનો વિડીયો ટવીટ કરી પિતા તરીકે ગૌરવ હોવાનું જણાવ્યુ પરંતુ આ આખા મામલે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ટવીટ કરી આરૂષની ટીકા કરતા કહ્યુ બેટા અમેરીકા જઈશ તે વાત તો ઠીક છે પરંતુ સરકારી શાળામાં ભણીશ કે નહીં, સરકારી નોકરીની લાઈનમાં લાગશી કે નહીં સરકારી કચેરીના ધક્કા ખાઈશ કે નહીં કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ
ગોપાલ ઈટાલીયા આપ પાર્ટીમાં છે અને હર્ષ સંઘવી ભાજપના નેતા છે, જેના કારણે બંન્ને વચ્ચે રાજકિય મતભેદ અને વિચાર ભેદ હોઈ શકે છે, હર્ષ સંઘવી મંત્રી હોવાને કારણે તેમણે મંત્રી તરીકે લીધેલા નિર્ણયનો વિરોધ અને ટીકા પણ થઈ શકે છે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ હર્ષ સંઘવીનો દસ વર્ષીય પુત્ર આરૂષ જેને રાજકારણની પણ ખબર નથી, તેને બાળ સહજ રીતે પોતાના મિત્રો સાથે એક ગીત ગાયુ અને હર્ષ સંઘવીના વિરોધીઓવે પણ સાંભળુ અને જોવો ગમે તેવો વિડીયો છે, પરંતુ હર્ષ સંઘવીનો વિરોધ કરવામાં ગોપાલ ઈટાલીયા પ્રમાણ ભાન ભુલ્યા અને નાનકડા આરૂષની કલાની ટીકા કરી બેઠા
હેલો બેટા!!
તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહિ??
સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં?
આવકના કે જાતિના દાખલા કઢાવવા સરકારી કચેરીના ધક્કા ખાઈશ કે નહિ??
કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ??
— Gopal Italia (@Gopal_Italia) March 17, 2022
![]() |
![]() |
![]() |











