Sunday, October 26, 2025
HomeGeneralઇ મેમોની 309 કરોડની ઉઘરાણી હજું બાકી: ગુજરાત સરકારનું 'ધંધામાં ધ્યાન નથી...

ઇ મેમોની 309 કરોડની ઉઘરાણી હજું બાકી: ગુજરાત સરકારનું ‘ધંધામાં ધ્યાન નથી કે શું?’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: સોશિયલ મીડિયા ઉપર થતી એક સામાન્ય હળવી ટીખળ અત્યારે ગુજરાત સરકાર ઉપર કરવાનું મન દરેકને થાય તેવું છે કારણકે ગુજરાતમાં ફટકારવામાં આવેલા ઈ-મેમો ના 309 કરોડ હજુ પણ ઉઘરાવવાના બાકી છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરકારે આવા લોકો પાસેથી 61 કરોડથી વધુની રકમ વસુલી છે ત્યારે 309 કરોડ જેટલી રકમ હજુ પણ વસુલવાની બાકી છે.

અત્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. રોજ અલગ અલગ મુદ્દે સરકારને આકરા પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વિધાનસભામાં કોંગ્રેસનાં એક ધારાસભ્યએ અલગ અલગ શહેરોમાં વાહન ચાલકોને દંડવા માટે આપવામાં આવતા ઈ મેમો અંગે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યુ હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરવા માટે 56,17,545 ઈ મેમો આપવામાં આવ્યા છે, જે પૈકી અંદાજિત 62 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે જ્યારે 309 કરોડ જેટલી રકમ હજુ લોકોને ભરવાની બાકી છે.

- Advertisement -




ગુજરાત સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યુ હતું કે, જિલ્લા મુજબ છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધી સંખ્યાની દૃષ્ટિએ સૌથી ઈ મેમો વડોદરામાં 9.82 લાખ નોંધાયા છે જેમાંથી વસૂલાયેલી રકમ 9 કરોડ છે જ્યારે 53.55 કરોડ વસૂલવાના હજુ બાકી છે. રાજકોટમાં 1.49 લાખ ઈ મેમો આપવામાં આવ્યા છે, જેમાંથી 17.57 કરોડ વસૂલવામાં આવ્યા છે જ્યારે 113 કરોડ વસૂલવાના બાકી છે. અમદાવાદમા 1.82 લાખ ઈ મેમો આપવામાં આવ્યા છે, જેમાંથી 14.52 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે જ્યારે 107.71 કરોડ વસૂલવાના બાકી છે. સુરતમાં 1.69 ઈ મેમો આપવામાં આવ્યા છે, જેમાંથી 1.15 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે જ્યારે 9.84 કરોડ વસૂલવાના બાકી છે. ગાંધીનગરમાં 1.13 લાખ ઈ મેમો આપવામાં આવ્યા છે, જેમાંથી 1.14 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે જ્યારે 5 કરોડ વસૂલવાના બાકી છે અને સાબરકાંઠામાં 60 હજાર ઈ મેમો આપવામાં આવ્યા છે, જેમાંથી 1.29 કરોડ વસૂલવામાં આવ્યા છે જ્યારે 83 લાખ વસૂલવાના બાકી છે.

આમ સરકાર દ્વારા અથવા તો પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે જે ઉપાય શોધ્યો છે તે ઉપાયને લોકો ગંભીરતાથી ન લઈને પહેલાની જેમ જ ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરતાં રહે છે. જેથી હવે સરકાર અને પોલીસ વિભાગે વધુ સચોટ અને ચોક્કસ રસ્તો શોધવો પડશે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular