Thursday, October 16, 2025
HomeGeneralકારની ઝડપથી પોલીસને ગઈ શંકા, થોભાવી તપાસ કરી તો ગાંધીનગરનો બુટલેગર રાજસ્થાનથી...

કારની ઝડપથી પોલીસને ગઈ શંકા, થોભાવી તપાસ કરી તો ગાંધીનગરનો બુટલેગર રાજસ્થાનથી દારુ લાવ્યો હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ગુજરાતના ખુણે ખુણે દારુનો ધડાધડ ધંધો કરતા બુટલેગર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં લાવી રહ્યા છે. જિલ્લા પોલીસ અને પોલીસના બાતમીદારોના નાના-મોટા વાહનો મારફતે થતી દારૂની ખેપને નિષ્ફ્ળ બનાવામાં સતત લાગેલા રહ્યા છે. આવો જ એક ગાંધીનગરનો બુટલેગર આમીર વાઘેલા ઇકો કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને પોલીસની નજરથી બચવા અંતરિયાળ માર્ગ કુણોલથી પસાર થતો હતો. જોકે બુટલેગર દારુ સાથે ગુજરાતમાં એન્ટ્રી કરે તે પહેલા ઇસરી પોલીસે દબોચી લીધો.

પોલીસે તેની કારમાંથી 66 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા ગણતો કરી દીધો છે. રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગર ફિલ્મ પુષ્પાની જેમ રોજ નવા આઈડિયા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવાના પ્યત્નો કરતા રહે છે. ઇસરી ઇન્ચાર્જ પીઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથધર્યું હતું. કુણોલ નજીક રાજસ્થાન તરફથી એવી ઝડપ સાથે કે જે શંકા ઉપજાવે તેવી સ્પીડમાં આવી રહેલી ઇકો કારને તેમણે અટકાવી તલાસી લેતા કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન નંગ-૧૩૧ રૂ.૬૬ હજારથી વધુનો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર આમીર જેસલરાય વાઘેલા (રહે, 1160/-2, સેક્ટર-4 ગાંધીનગર) ને દબોચી લીધો અને તેની પાસે રહેલો વિદેશી દારૂ, કાર, મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૩.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular