Thursday, October 16, 2025
HomeGeneralBJP અને TMCના ધારાસભ્યો એક બીજાને ફરીવળ્યા અને એ પણ વિધાનસભા પરિસરમાંઃ...

BJP અને TMCના ધારાસભ્યો એક બીજાને ફરીવળ્યા અને એ પણ વિધાનસભા પરિસરમાંઃ જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો એક બીજા પર હુમલા પર ઉતરી આવ્યા હતા. વાસ્તવમાં ભાજપના ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સદનમાં બોલવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન હુમલો શરૂ થઇ ગયો. આ હુમલાનો એક વીડિયો ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીય અને પ્રવક્તા શહજાદ જય હિન્દ સહિત અનેક નેતાઓએ પણ શેર કર્યો હતો. જેમાં અનેક ધારાસભ્યો ઝપાઝપીમાં જોવા મળી રહ્યા છે.



ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયએ આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નરક. બંગાળના રાજ્યપાલ બાદ હવે ટીએમસીના ધારાસભ્યોએ ચીફ મનોજ તિગ્ગા સહિત ભાજપના ધારાસભ્યો પર હુમલો કર્યો હતો. કારણ કે તેઓ સદનમાં રામપુરહાટ હત્યાકાંડ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. મમતા બેનર્જી શું છુપાવવા માંગે છે?


ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ સમગ્ર હોબાળા પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વિપક્ષે કાયદો અને વ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી હતી અને સરકારે ના પાડી દીધી હતી. તેઓ અમારા ધારાસભ્યો પર હુમલો કરવા માટે કલકત્તા પોલીસના કર્મચારીઓને સિવિલ ડ્રેસમાં લાવ્યા હતા.



- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular