Thursday, March 12, 2026
HomeGujaratAhmedabadMD ડ્રગ્સ સાથે 14 મહિના અગાઉ પકડાયેલું કપલ ફરી ગુજરાત પોલીસને 6...

MD ડ્રગ્સ સાથે 14 મહિના અગાઉ પકડાયેલું કપલ ફરી ગુજરાત પોલીસને 6 લાખના માલ સાથે હાથ લાગ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : છેલ્લાં એકાદ વર્ષથી રાજસ્થાન ખાતેથી એમડી ડ્ર્ગ્સનો જથ્થો લાવીને અમદાવાદ શહેરમાં છૂટક વેચાણ કરતા એક કપલને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યું છે. 6 લાખની કિંમતના ડ્ર્ગ્સ સાથે ઝડપાયેલા દિપક વાઘેલા અને રૂબિના મિર્ઝા 14 મહિના અગાઉ પણ MD Drugs સાથે પોલીસના હાથે પકડાઈ ચૂક્યાં છે. State Monitoring Cell Police Station માં નોંધાયેલી ફરિયાદમાં મોઈનલાલા અને તેના માણસને ફરાર દર્શાવાયો છે. આરોપી કપલ પાસેથી 198.32 ગ્રામ એમડી, બે મોબાઈલ ફોન અને એક મોટર સાયકલ કબજે લેવાયું છે.

ડ્રગ્સ સાથે કપલ ક્યાંથી ઝડપાયું ?

- Advertisement -

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સી.કે.સિસોદીયા (PSI S K Sisodiya)ને આનંદ નામનો શખસ ખોખરા વિસ્તારમાં ડ્ર્ગ્સ વેચવા આવવાનો છે તેવી બાતમી મળી હતી. આથી આરોપીને ડ્ર્ગ્સ સાથે રસ્તામાં જ આંતરી લઈને પકડી પાડવા માટે પંચો સાથે પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ (PI P P Brahmbhatt) સહિતનો સ્ટાફ બાપુનગર સોનેરિયા બ્લૉક પાસે પહોંચ્યો હતો. બુધવારે સાંજના સમયે સોનેરિયા બ્લૉકની પાછળના રોડ પર બાઈક લઈને ઉભા રહેલા કપલને બાતમીદારે ઈશારે કરી બતાવતા પોલીસ ત્રાટકી હતી. દિપક વાઘેલા (રહે. જનતાનગર, રામોલ મૂળ રહે. પટેલ ચાલ, સરસપુર, અમદાવાદ) અને તેની સાથે રહેલી રૂબિના રશીદભાઈ મિર્ઝા (રહે. જનતાનગર, રામોલ, અમદાવાદ)ને પકડી લઈ તેમની પાસેથી 198.32 ગ્રામ એમડી સહિત 6.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કોણે અને કેવી રીતે આપ્યું MD ડ્રગ્સ ?

દિપક વાઘેલા ‘આનંદ’ બનીને છેલ્લાં કેટલાંય સમયથી ડ્ર્ગ્સનો ધંધો કરતો હતો. પત્નીથી અલગ રહેતો દિપક વાઘેલા મેડિકલ લાઈન સાથે સંકળાયેલી રૂબિના મિર્ઝા સાથે પાંચેક વર્ષથી રહે છે. ટ્રાવેલ્સ વ્યવસાયને લઈને રાજકોટ ખાતે મોઈનલાલા નામના એક શખસનો સંપર્ક થયો હતો. મોઈને વર્ષ 2024ના અંતમાં રાજસ્થાન ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. જે પૈકી 40 ગ્રામ જેટલા એમડી સાથે જાન્યુઆરી-2025ની શરૂઆતમાં અમદાવાદ શહેર એસઓજીની ટીમે દિપક અને રૂબિનાની ધરપકડ કરી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ દિપક વાઘેલાએ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોઈનનો સંપર્ક કરી હિંમતનગર પાસે 200 ગ્રામ ડ્રગ્સનો જથ્થાની બે દિવસ પહેલાં ડિલિવરી લીધી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular