જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભારતી ચલણના રૂપિયાની 2000ના દરની નકલી નોટો સાથે એક વ્યક્તિને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પ્રથમ વખત જોતા એકદમ અસલીનોટની જેવી જ આ નકલી નોટો દેખાતી હોવાનું સામે આવ્યું છે. 2000ની 56નોટો આરોપી પાસેથી જ્યારે 42 નોટો બેંકમાંથી કુલ 1,96,000ની નકલીનોટો ક્રાઈમબ્રાન્ચેને મળી આવી છે. નકલીનોટોનો સમગ્ર મામલો ઓનલાઈન ચાલતો હતો. નકલીનોટોથી આરોપીએ કેટલીક જગ્યા પર ખરીદી પણ કરી હતી. જો કે આ કેસમાં મુખ્ય આરોપી હજી સુઘી પોલીસ પકડમાં આવ્યો નથી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર ડી.બી.બારડ અને તેમના સ્ક્વોડના પોલીસ સબ ઈન્સપેકટર એમ.એચ.શિણોલ, બી.આર.ક્રિશ્ચયન અને એસ.બી.પટેલને બાતમી મળી હતી કે, અમદાવાદમાં એક વ્યક્તિ ડમી સીમકાર્ડ દ્વારા ઓનલાઈન સર્વિસના આધારે અલગ-અલગ વ્યક્તિઓને પોર્ટલ તરીકે ઉપયોગ કરીને છેલ્લા પાંચ મહિનાથી ભારતીય ચલણની 2000 રૂપિયાની નકલી નોટો અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ બજારમાં વહેતી કરવાનું રેકેટ ચલાવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં સોલામાં રહેતા દિલીપ ભીમાભાઈ કેશવાલા (રહે. સોલા)ની 2000 રૂપિયાની 56 નકલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે દિલીપ પાસેથી મળી આવલી નકલી નોટો જોતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે તેની પાસેથી મળી આવેલી નકલી નોટો પ્રથમ દ્રષ્ટિએ બિલકુલ અસલી નોટો જેવી જ દેખાતી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિલીપ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. તેને અભ્યારની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરવાનો વિચાર આવતા ડીસેમ્બર 2021માં ક્વીકર વેબસાઈટની એપ્લીકેશન ઉપર પાર્ટ ટાઈમ નોકરી એપ્લાય કરતા મુખ્ય આરોપી સાથે છેલ્લા પાંચ મહિનાથી સંપર્કમાં આવ્યો હતો.
મુખ્ય આરોપીના કહેવા મુજબ દિલીપ નકલીનોટો મારફતે અલગ-અલગ જગ્યા ઉપરથી વસ્તુઓની ખરીદ વેચાણ કરીને પૈસા આંગડીયા મારફતે મુખ્ય આરોપીને પહોંચાડતો હતો. આ પ્રકરણમાં જે મુખ્ય આરોપી છે તે ક્યારેય હજી સુધી દિલીપની સામે આવ્યો નથી. આ નકલી નોટના નેટવર્કમાં મુખ્ય આરોપી ઓનલાઈન એપ્લીકેશન મારફતે સંપર્કમાં આવેલા દિલીપ ભીમાભાઈ કેશવાલા (રહે. સોલા)ને પોતાની અલગ-અલગ ઓળખાણ આપીને તેને શરૂઆતમાં આ કામ માટે સર્વિસ બોય તરીકે રાખ્યો હતો. આરોપીએ દિલીપને કુરિયર અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરી 2000ની નકલીનોટો મોકલી આપતો હતો. આ પૈસાથી મોબાઈલ, સોનુ અને અન્ય વસ્તુઓની ખરીદ-વેચાણ કરાવીને તેના અસલી પૈસા આંગડીયા અને બીટકોઈન મારફતે લેતો હતો.
દિલીપે 2000ની નકલી નોટોથી ગુરકુળ પુજારા ટેલીકોમમાંથી એપલના 13 નંગ મોબાઈલની ખરીદી કરી હતી. પુજારા ટેલીકોમના માલીકના માલીક દર્શનકુમાર પટેલે તે 2000ની નોટો બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવતા તે નોટો નકલી હોવાનું સામે આવતા સમગ્ર નકલી નોટોનો પર્દાફાશની શરૂઆત થઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી અન્ય વ્યક્તિઓના ડમી સીમકાર્ડ દ્વારા ઓનલાઈન સર્વીસીસ આધારે અલગ-અલગ વ્યક્તિઆને પોર્ટલ તરીકે ઉપયોગ કરીને અલગ-અલગ ઓળખાણ આપીને છેલ્લા પાંચેક મહિનાથી 2000ની નકલી નોટો અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં વહેતી કરવાનુ રેકેડ ચલાવતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ સુત્ર અનુસાર ઝડપાયેલી નકલી નોટો 90% જેટલી અસલી નોટ સાથે મળતી આવે છે. આ પ્રકારની નકલી નોટ ભારતમાં બનવી શક્ય નથી. ઉપરાંત આ નકલીનોટોમાં પાકીસ્તાન કનેક્શન હોવાની પણ પોલીસને આશંકા છે.
ઉલેખ્ખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 5 મહિનાથી નકલીનોટો ઘુસાડવાનું કાવતરું ચાલી રહ્યુ હતુ. જ્યારે હાલ આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના હાથમાં માત્ર એક પ્યાદુ જ હાથમાં આવ્યું છે. ઉપરાંત છેલ્લા પાંચ મહિનામાં દિપક જેવા બીજા કેટલા વ્યક્તિઓને પાર્ટ ટાઈમ નોકરીના બહાને પોતાના સંપર્કમાં રાખીને નકલી નોટોનો કારોબાર ચલાવી બજારમાં નોટો વહેતી કરી હશે તેનો કોઈ હિસાબ કરી શકાય તેમ નથી. શું આપણા હાથમાં આ નોટ આવીને જતી રહી હશે?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











