નવજીવન ન્યૂઝ.વલસાડઃ Valsad Car Fire News: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે વાહનોમાં આગ લાગવાની (Fire Broke Out in Vehicles) ઘટનાઓ પણ સામે આવી રહી છે જેને લોકો ઉનાળાની ગરમી સાથે જોડી રહ્યા છે. આવી જ એક ઘટના વલસાડમાં (Valsad) સામે આવી જેમાં અર્ટિગા કાર (Maruti Suzuki Ertiga Car) અચાનક જ સળગી ઉઠતા ચાલકનું મોત થયું છે.
મળતી વિગતો અનુસાર વલસાડના ડુંગરી હાઈવે પરથી પસાર થતી અર્ટિગા કારમાં અચાનક જ આગ લાવવાની ઘટના બની હતી. ડુંગરી હાઈવે પર આવેલા કબીર પંથ મંદિર નજીક પહોંચેલી કાર અચાનક આગની લપટોથી ઘેરાઈ ગઈ હતી. જેના પગલે હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને આસપાસના રહીશો આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા. પરંતુ આગ વિકરાળ હોય કાબૂમાં નહીં આવતા તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગના કારણે કારમાં ફસાયેલો ચાલક ગંભીર રીતે દાઝી ગયેલો હોય ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઘાયલ કાર ચાલકને સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તબિબોએ મૃત જાહેર કર્યો હતો.
પોલીસે મામલાને ગંભીરતાથી લઈ કારમાં આગ લાગવાના કારણો બાબતે ફાયર વિભાગની મદદથી તપાસ હાથ ધરી હતી. સાથે જ કાર ચાલકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત છે કે કારમાં આગ લાગવાનું કારણ હજૂ સુધી સામે આવ્યું ન હોય અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. પરંતુ પોલીસના સત્તાવાર જવાબ બાદ જ કહી શકાય કે કારમાં આગ કેવી રીતે લાગી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








