Saturday, October 10, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ગ્રામ્ય SOG અને ANWએ ટ્રેલરમાં છુપાવીને લઈ જવાતો 696 કિલો પોસડોડાનો...

અમદાવાદ ગ્રામ્ય SOG અને ANWએ ટ્રેલરમાં છુપાવીને લઈ જવાતો 696 કિલો પોસડોડાનો જથ્થો જપ્ત કર્યો, 2ની ધરપકડ

- Advertisement -

Ahmedabad Rural Police seized 696 kg of Opiate : અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલા ટાટા મોટર્સ ખાતે મહારાષ્ટ્રના નાગપુરથી સ્ટીલ કોઇલ લઈને આવી રહેલા ટ્રેલરમાંથી છુપાવાયેલા પોસડોડાના 36 કોથળા અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા છે. એસ.ઓ.જી. અને એન્ટી નાર્કોટિક્સ વિંગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 36 કોથળામાં ભરેલા 696.940 કિલોગ્રામ પોસડોડા (કિંમત 1.04 કરોડ) લઈને જતા ટ્રેલરના ચાલક ભૈરારામ તરડની ધરપકડ કરી છે. એસઓજી ટીમે પોસડોડાનો જથ્થો મગાવનાર જેતારામ કડવાશા (રહે. સામખયાળી, કચ્છ)ને ઝડપી લીધો છે. આ મામલે ધોળકા રૂરલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન (Dholka Rural Police Station) ખાતે કુલ ત્રણ શખસો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક બાતમી મળી હતી કે, નાગપુરથી ટ્રેલર લઈને નીકળેલો ડ્રાઇવર સ્ટીલ કોઇલની આડમાં પોસડોડાનો જથ્થો ગુજરાતમાં લઈને આવી રહ્યો છે. આ માહિતીના આધારે એસઓજી પીઆઈ એસ.એન. રામાણી (PI S N Ramani) અને એન્ટી નાર્કોટિક્સ વિંગ પીઆઈ વાય.જી. ગુર્જરે (PI Y G Gurjar) ખેડા-ધોળકા હાઇવે પર ટ્રેલરને રોક્યું હતું. ટ્રેલરમાં કોઇલ ઉપર બાંધેલી તાડપત્રી ખોલીને જોતા તેમાંથી 36 કોથળા મળી આવ્યા હતા. જે કોથળાઓની તપાસ કરતા તેમાંથી કુલ 696.940 કિલોગ્રામ પોસડોડા મળી આવતા ટ્રેલર ચાલક ભૈરારામ તરડ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. ભૈરારામની પૂછપરછમાં મધ્યપ્રદેશ જાંબુઆના સંતોષે પોસડોડાનો જથ્થો કચ્છના જેતારામ કડવાશાને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે જેતારામને ઝડપી લેવાયો છે.

- Advertisement -

પોલીસ ટીમે પોસડોડાનો જથ્થો, ટ્રેલર, સ્ટીલ કોઇલ, બે મોબાઈલ ફોન અને રોકડ 32 હજાર સહિત કુલ 1 કરોડ 47 લાખ 14 હજારનો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસનો દોર કચ્છ તેમજ મધ્યપ્રદેશ તરફ લંબાવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular