Contempt of Supreme Court was committed by closing Delhi metro station : 10 ઓક્ટોબરના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટીના વિરોધના પગલે દિલ્હીના ઘણા બધા મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે અને ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે મેટ્રો સ્ટેશન બંધ કરવા સામે એક ચુકાદો આપી નાગરિકોને પરિવહન સુવિધા મળી રહે તે અનિવાર્ય કરવા જણાવ્યું હતું. આમ છતાં અધિકારીઓએ મનમાની કરી છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી નવી અરજી (New petition filed in Supreme Court) માં આરોપ લગાવાયો છે કે, અધિકારીઓએ દિલ્હી મેટ્રો સ્ટેશનો બંધ રાખીને અને જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરીને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. આની સામે અવમાનનાની કાર્યવાહી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અવમાનનાની અરજીમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન (Govind Mohan), દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર (Anurag Kumar) અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ના અધ્યક્ષ ડી. થારા (D. Thara) સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે અવમાનનાનો આરોપ લગાવનારાઓએ ઇરાદાપૂર્વક ટ્રાન્ઝિટ કોરિડોર સંપૂર્ણપણે બંધ રાખ્યા છે. કારણ વગર ટ્રેનો રદ કરવાનું ચાલુ રાખ્યું છે અને સ્પષ્ટ ટ્રાફિક અને પરિવહન સલાહ જારી કરવામાં અથવા જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ઇરાદાપૂર્વક અને અવજ્ઞાકારી વર્તનથી દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય જનજીવન ભારે વિક્ષેપિત થયું છે. જેના કારણે સેંકડો મુસાફરો સ્ટેશનો પર ફસાયા છે. આમ કોર્ટની સત્તા અને ગરિમાને અવગણવાનો અને તેને નબળી પાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.








