નવજીવન ન્યૂઝ ડેસ્ક : સહિત દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ‘ઈલેક્શન’ના જન્મ દિવસની ઉજવણીના સમાચાર કોઈપણ વાંચકને વિચારતા કરી દે તેવા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એકતાનગર Sardar Patel Zoological Park માં રહેતા માદા ગેંડાનું નામ ઈલેક્શન (Female Rhino name is Election) છે અને તેના જન્મ દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે.
માદા ગેંડા ઈલેક્શનનો આજે 17 માં જન્મદિવસ હોવાથી તેની સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં અનોખી ઉજવણી (Rhino Birthday Celebration) કરાઈ હતી. સત્તર વર્ષની ઈલેક્શન મંગલ નામના નર ગેંડા સાથે છે અને એક બચ્ચાની માતા પણ છે. ઈલેક્શનના નામ પાછળ એક રસપ્રદ કહાની છે. માદા ગેંડા ઈલેક્શનનો જન્મ બિહારના પટણા ખાતે આવેલા પ્રાણી ઉદ્યાનમાં થયો હતો અને તે વખતે રાજ્યમાં ચૂંટણીનો માહોલ હતો. આ સમયે જન્મેલા માદા ગેંડાનું નામ એનિમલ કીપરે ઈલેક્શન રાખી દીધું હતું.
ઈલેક્શનને બિહાર પટણા ઝૂ ખાતેથી પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમમાં ગુજરાત લાવવામાં આવી હતી. સરદાર પટેલ ઝૂઓલૉજિકલ પાર્કના પરિવારે Election Birthday Celebration પોતાના સ્વજનનો જન્મદિવસ હોય તે રીતે ઉજવ્યો હતો. જન્મદિવસના અવસરે ગેંડાના આવાસને શણગારવામાં આવ્યું હતું. જન્મદિવસ નિમિત્તે બનાવાયેલી ખાસ ફળફળાદીની કેક ઈલેક્શન અને નાના બચ્ચા ‘ખુશી’ને આપવામાં આવી હતી. ફ્રુટ કેક કેળા, તરબૂચ, શક્કરટેટી, બીટ, ગાજર, મૌસંબી અને પપૈયાથી બનાવવામાં આવી હતી.








