ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયેલા આતંકવાદી હુમલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ હુમલો કરનાર ભારતીય છે અને હૈદરાબાદરનો રહેવાસી છે. છેલ્લા 27 વર્ષથી આ આતંકી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને આ દરમિયાન 6 વખત ભારત પણ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત 14 ડિસેમ્બરે સિડનીના બોન્ડી બીચ પર થયેલા હુમલામાં 16 લોકોના મોત થયા હતા.
ઓસ્ટ્રેલિયન પોલિસના જણાવ્યા અનુસાર આતંકી સાજિદ અકરમ અને તેનો પુત્ર નવીદ ટ્રેનિંગ માટે ફિલિપાઇન્સ પણ ગયા હતા અને ત્યાં આઇએસના અડ્ડા પર રોકાયા હતા.
બીજી તરફ હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર આતંકી સાજિદ અકરમ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને વર્ષ 1998માં ઓસ્ટ્રેલિયા ગયા હતો. તેણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. ઓસ્ટ્રેલિયા ગયા બાદ સાજિદે યુરોપિયન મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી નવીદ અને એક પુત્રી થયા. નવીદ જન્મથી જ ઓસ્ટ્રેલિયન નાગરિક છે. સાજિદ ઓસ્ટ્રિલયામાં પીઆર વિઝા પર રહેતો હતો.
ઉલ્લેખનીય છે કે આતંકી હુમલા દરમિયાન 50 વર્ષના સાજિદને પોલીસે ઠાર કરી દીધો હતો જ્યારે નાવિદને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.








