Monday, October 5, 2026
HomeGujaratGandhinagarગુજરાતને મળી ફરી રિમોટ કંટ્રોલથી ચાલતી સરકારઃ નવા મંત્રીમંડળ અંગે...

ગુજરાતને મળી ફરી રિમોટ કંટ્રોલથી ચાલતી સરકારઃ નવા મંત્રીમંડળ અંગે…

- Advertisement -

ગાંધીનગર: નવા વર્ષ પહેલા ગુજરાતને નવું મંત્રીમંડળ મળ્યું છે. આજે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં યોજાયેલા શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ શપથ લીધા હતા. સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે રાજ્યને ફરી એકવાર નવા DyCMનો યુવા ચહેરો મળ્યો છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે. 40 વર્ષીય હર્ષ સંઘવી સંભાળશે મોટી જવાબદારી. તેમના શપથ લેતા જ સુરતમાં સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી.

મંત્રીમંડળનું કદ અને પ્રતિનિધિત્વ:
નવા મંત્રીમંડળમાં 7 પાટીદાર સહિત 8 OBC ધારાસભ્યોનો સમાવેશ થયો છે. આ ઉપરાંત, 3 SC અને 4 ST ધારાસભ્યોએ પણ શપથ લીધા, જે દર્શાવે છે કે વિવિધ સમુદાયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

- Advertisement -

પ્રધાનો અને વિભાગોની ફાળવણી:
આજે શપથ લીધેલા તમામ મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવા સૂચના આપવામાં આવી છે. સાંજે 5 વાગે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે, જેમાં દરેક મંત્રીને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવશે.

મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા કેટલાક અગ્રણી નામો:

  • રિપીટ થયેલા ચહેરાઓ: પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, રમેશ કટારા અને જીતુ વાઘાણી જેવા નેતાઓને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
  • નવા ચહેરાઓ: લવિંગજી ઠાકોર, કુમાર કાનાણી, પ્રદ્યુમ્ન વાજા, કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવડીયા, રીવાબા જાડેજા, દર્શના વાઘેલા (અસારવા), નરેશ પટેલ, ત્રિકમભાઈ છાંગા (અંજાર) અને મનીષા વકીલ (વડોદરા) ને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
  • લોકપ્રિયતા અને ઉજવણી: ધારાસભ્ય પ્રવીણ માળીના માતા અને બહેને ખુશી વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા. પ્રફુલ પાનસેરિયાને ફોન આવતા જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને તેમના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી.

    જોકે આ નવા મંત્રીમંડળની જાહેરાત પછી શપથવિધિ થઈ ચુકી છે. હવે ટુંક સમયમાં ખાતાઓની જાહેરાત થશે. કોને કયું ખાતું મળશે તેના પરથી તે નેતા આગામી બે વર્ષ સુધીની સત્તા દરમિયાન કેટલા કદાવર રહેશે તેની સમજ સ્પષ્ટ થશે. જોકે આ સાથે વધુ એક વાર ગુજરાતને દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતી સરકારનું મહેણું સાભળવાનું રહેશે તે નક્કી છે.
Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular