નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં સરકારી ભરતીમાં જે રીતે કૌભાંડો સામે આવી રહ્યા છે, તેની વચ્ચે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) આજે તેમની મોરબી મુલાકાત દરમિયાન પોલીસ ભારતીને (Police recruitment) લઈને એક જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, “આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ વિભાગની ભરતી કરવામાં આવશે, જેમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે.” હર્ષ સંઘવીની આ જાહેરાત બાદ પોલીસમાં ભરતી (Police Bharti) થવા માગતા યુવાનો તૈયારી કરવામાં લાગી ગયા છે.
આ પણ વાંચો : પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યા ખાલી ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં જવાબ
ગુજરાતનાં યુવાનો સરકારી નોકરી મેળવવા કેટલા મહત્વાકાંક્ષી છે તેનો અંદાજો લગાવવો હોય તો તાજેતરમાં તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતાં પણ વધારે લોકોએ પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. ત્યારે જો પોલીસ વિભાગની ભરતી આવે તો કેટલા ઉમેદવારો ફોર્મ ભરશે તે વિચરવું રહ્યું. કારણ કે ગુજરાતનાં યુવાનોમાં ખાખીનો ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે જાહેરાત કરી તે મુજબ આગામી સમયમાં 7000 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે, હાલ ગૃહ વિભાગ દ્વારા આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : નોકરીની રાહ જોતા યુવાનો માટે હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત, પોલીસ દળમાં ક્યારે થશે ભરતી વાંચો…
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે ((Gujarat High Court) પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને સરકારનો ઉધડો લીધો હતો અને પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ગુજરાત સરકારે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, ગુજરાત પોલીસમાં (Gujarat Police) 22000 જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટે આ ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકારને ટકોર કરી હતી. જેના કારણે હવે સરકાર જાગી છે અને આગામી સમયમાં પોલીસ વિભાગમાં 7000 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત તો કરી દીધી છે, પરંતુ અહિયાં સવાલ એ ઊભો છે કે શું આ ભરતી પ્રક્રિયા કોઈ ગેરરીતિ વગર પૂર્ણ થશે? તાજેતરમાં જેવી રીતે પરીક્ષાઓમાં પેપર ફૂટી રહ્યા છે, ડમીકાંડ સામે આવ્યું છે તે જોતાં સરકારી ભરતીની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે સરકાર માટે ખૂબ જ મોટો પડકાર બની રહેશે.8. સમગ્ર કામગીરીમાં ગંભીર ગેરરીતીઓ અને અનિયમીતતા જોવા મળી, સાથે સત્તાનો દુરપયોગ કર્યો છે.
TAG: Gujarat Police recruitment news, Police bharti 2023
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








