Saturday, October 25, 2025
HomeGujaratચૌધરી પરિવારને અમેરિકા મોકલવા મોતના મુખમાં ઘકેલનાર એજન્ટનું નામ આવ્યું સામે, SOGએ...

ચૌધરી પરિવારને અમેરિકા મોકલવા મોતના મુખમાં ઘકેલનાર એજન્ટનું નામ આવ્યું સામે, SOGએ શોધખોળ કરી શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મહેસાણા: Mehsana News: વિદેશ જવાની ઘેલછા એટલી વધી છે કે કેટલાક પરિવારો કાયદેસર રીતે નથી જઈ શકતા તો ગેરકાયદેસર ઘૂસણખોરી (Illegal trespass) કરવા નિકળી પડે છે. છેલ્લા થોડાક સમયથી અમેરિકામાં (USA) ગેરકાયદેસરઘૂસણખોરી દરમિયાન પરિવાર મોતને ભેટતા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં મહેસાણાના (Mehsana) ચૌધરી પરિવારને (Chaudhary Family) અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી (Deaths on US-Canada border) કરવી ભારે પડી છે. જેને પગલે આખો પરિવાર મોતને ભેટ્યો હતો અને હવે SOG દ્વારા એજન્ટની (Agent) શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુરા (Vijapur) તાલુકાના માણેકપુરા ગામનો (Manekpur Village) ચૌધરી પરિવાર થોડાક દિવસ આગાઉ પાસપોર્ટ અને વિઝા સાથે કેનેડા ગયો હતો. ત્યાર બાદ મૂળ મહેસાણા વતની અને હાલ સ્વિઝરલેન્ડના રહેતા એજન્ટ સાથે સંપર્ક કરી અમેરિકા જવાની વાત કરી હતી. જેમાં એન્જટ અને ચૌધરી પરિવારના મોભી પ્રવીણ ૃભાઇ નામના વ્યકિત વચ્ચે અમેરિકા મોકલવાની ડીલ થઈ હતી. જેમાં પાણીના માર્ગે બોર્ડર ક્રોસ કરવાનું નક્કી થયુ હતું. બાદમાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે બોટ થકી મેકિસકો બોર્ડરથી અમેરિકા જવાને માર્ગે તેઓ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સેન્ટ લોરેન્શ નામની નદી ઓગળગંતા સમયે બોટ પલટી ખાઈ હતી. આ બોટમાં કુલ 8 લોકો સવાર હતા જેમાં ગુજરાતના એક ચૌધરી પરિવારનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં મહેસાણાના દંપતી સહિત પુત્ર-પુત્રીના મોત નિપજ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતા માણેકપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું,

- Advertisement -

જોકે આ પ્રકારની ઘટના બનતા મહેસાણનો એજન્ટ ભૂર્ગભ ઉતરી ગયો હતો. ત્યારે સમ્રગ મામલે મહેસાણ SOGએ એજન્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરતા ચૌધરી પરિવારને ગેરકાયદેસર અમેરિકા ઘૂસણખોરી કરાવનારા સચિન એજન્ટ સુધીનું કનેક્શન ઝડપાયું હતું. મળતી માહિતી મુજબ આ એજન્ટ ડાભલાના વડોસણા ગામનો વતની છે. હાલ તેઓ સ્વિઝરલેન્ડ ખાતે રહે છે. પહેલા તે કેનેડામાં રહેતો હતો તે દરમિયાન પ્રવિણ ચૌધરી તેના સંપર્ક આવ્યો હતો અને તેમની વચ્ચે અમેરિકા લઈ વાત થઈ હતી.

માહિતી પ્રમાણે સચિન પાસે કેનેડા અમેરિકા સહિત 56 જેટલા પાસપાર્ટ છે અને તે પણ થોડા સમય એજન્ટ મારફ્તે અમેરિકા ગયો હતો અને એજન્ટ બનવાના ધંધામાં જોડાયો હતો. મૃતક પ્રવીણ ચૌધરીને અમેરિકા મોકલી આપવા માટે સચિને 56 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. જેમાં 50 ટકા એડવાન્સ અને 50 ટકા અમેરિકા પહોંચી ગયા બાદ આમ ટુકડે-ટુકડે રકમ આપવાનું નક્કી થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા જવાના અભરખામાં કેટલાક પરિવાર જીવ ગુમાવી રહ્યા છે. આ ગુજરાતમાં ત્રીજા પરિવારે ગેરકાદેસર ઘુસણખોરી દરમિયાન જીવ ગુમાવ્યાની ઘટના બની છે. આટલી ગમખ્વાર ઘટનાઓ બનવા છતા લાખો રૂપિયા ખર્ચી ગેરકાયદેસર અમેરિકા જતા લોકોની સંખ્યામાં ઘટાડો થતો જોવા નથી મળતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular