Sunday, October 26, 2025
HomeGujaratમોંઘવારીના માર વચ્ચે CNG, PNGના ભાવમાં થયો ઘટાડો, જૂઓ કેટલો થયો ઘટાડો

મોંઘવારીના માર વચ્ચે CNG, PNGના ભાવમાં થયો ઘટાડો, જૂઓ કેટલો થયો ઘટાડો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: મોંઘવારીના માર વચ્ચે CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પારેખ સમિતિની ભલામણ બાદ CNGમાં 8.13 રૂપિયા અને PNG 5.06 રૂપિયા ઘટાડો કરી જનતાને મોટી રાહત આપી છે. જેને લઈ વપરાશકર્તાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. એટલે CNG અને PNG કિંમતમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જે રીતે રાજ્યમાં કુદકેને ભૂસકે CNGના ભાવ વધી રહ્યા હતા તેને લઈ તેના પર નભતા અને ગુજરાન ચલાવત લોકોની સ્થિતિ દાઝ્યાં પર ડામ સમાન બની હતી . તે વચ્ચે લાંબા સમય બાદ કેન્દ્ર સરકારની લેવાયેલી બેઠકમાં જનતાને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો હતો અને આજથી સમ્રગ દેશભરમાં CNG અને PNG ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ અદાણીએ પણ CNG અને PNGના ભાવમા 6 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.

- Advertisement -

આજથી નવા ભાવ અમલી

ગતરોજ સુધી CNGનો ભાવ 80.34 રૂપિયાની આસપાસ હતો. જેમાં આજે 8.13 ઘટાડો નોંધાતા નવો ભાવ 73.29 રૂપિયાએ પહોચ્યો છે. જયારે PNGનો ભાવ 54.90 રૂપિયાની આસપાસ હતો જેમાં 5.06 નો ઘટાડો નોંધાતા નવો ભાવ 49.083 રૂપિયાએ પહોંચ્યો છે. આ ઘટાડાને વપરાશકર્તાઓ મોટી રાહત માની રહ્યા છે. હજુ ભવિષ્ય ભાવ વધે તેવી આશા વ્યકત કરી રહ્યા છે.

જૂનો ભાવ    નવો ભાવ       

CNG 81.34  73.29
PNG 54.90  49.83

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular