Thursday, March 12, 2026
HomeGujaratBhavnagarરજાના દિવસે સાયબર ગઠિયાઓએ ગુજરાતની બેંકને 7 કરોડનો ચૂનો લગાવ્યો, પોલીસ તપાસ...

રજાના દિવસે સાયબર ગઠિયાઓએ ગુજરાતની બેંકને 7 કરોડનો ચૂનો લગાવ્યો, પોલીસ તપાસ તેજ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સાતેક લાખ જેટલાં ખાતાધારકો તેમજ 88 શાખાઓ ધરાવતી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કૉ.ઑ. બેંક (Bhavnagar District Co. Op. Bank)માંથી સાયબર ગુનેગારોએ 7 કરોડ રૂપિયા ચોરી લીધા છે. ગુજરાતની કોઈ બેંકમાંથી સીધા જ રૂપિયા ચોરી કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. રજાના દિવસે બેંક સર્વરને હેક કરીને સાયબર ક્રિમીનલ્સે (Cyber criminals) 350થી વધુ ટ્રાન્ઝકેશન થકી જુદીજુદી બેંકોના ખાતામાં બબ્બે લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી છે. આ મામલે સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (CID Cyber ​​Crime Police Station) ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાતાની સાથે જ સાયબર ગઠિયાઓને ઝડપી લેવા માટે પોલીસ તપાસ ઝડપી બનાવી છે. આરોપીઓ સુધી પહોંચવા માટે સાયબર સેલે લોગીન ડિટેઈલ્સ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

કેવી રીતે થઈ બેંક સિસ્ટમ હેક ?

- Advertisement -

સીઆઈડી સાયબર ક્રાઈમ સેલ ખાતે 7 કરોડથી વધુ રકમની ચોરીની અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંક (Bhavnagar District Co-operative Bank)ની જુદીજુદી ચારેક બ્રાંચમાં આવેલા ખાતાઓમાંથી સાયબર ગઠિયાઓએ રવિવારની રજામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. બેંક સર્વરમાં મોબાઈલ એપ્લિકેશન થકી પ્રવેશ મેળવ્યો હતો. બેંકની સિક્યુરિટી સિસ્ટમ પર કાબૂ મેળવી લઈને 350 જેટલાં બેંક ખાતાઓમાં 7 કરોડથી વધુની રકમ દેશભરમાં આવેલા જુદાજુદા બેંક એકાઉન્ટોમાં સેરવી લીધી હતી.

સ્ટેટ સાયબર સેલની આરોપીઓ સુધી પહોંચવા જહેમત

ગુજરાતની બેંકમાંથી બારોબાર ખાતાઓમાંથી કરોડો રૂપિયાની માતબર રકમ ચોરાઈ જવાનો કેસ સામે આવતા સ્ટેટ સાયબર સેલ ગુનાનો ભેદ ઉકેલવા મથામણ કરી રહ્યો છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કૉ.ઑ. બેંકમાં પડેલી સાયબર ધાડ બાદ સાયબર સેલ બેંકમાં થયેલા લૉગ ઈન, લૉગ આઉટ અને વિઝીટની માહિતી એકઠી કરવામાં લાગી છે. આ માહિતી આવ્યા બાદ તેની સમિક્ષા કરવામાં આવશે. આરોપીઓ સુધી પહોંચવા માટે ચારેક દિવસનો સમય લાગે તેવી શક્યતાઓ છે.

- Advertisement -

કોસ્મોસ બેંકમાંથી ગઠિયાઓ સેરવી ચૂક્યાં છે 94 કરોડ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક નેશનલાઈઝ તેમજ ખાનગી બેંકો સાયબર એટેક (Cyber ​​attack on bank) નો ભોગ બની ચૂકી છે. ઓગસ્ટ-2018માં પૂણેની કોસ્મોસ બેંકની સિસ્ટમ પર બબ્બે વખત એટેક કરી કરીને સાયબર ગઠિયાઓએ 94 કરોડ રૂપિયા ચોરી લીધા હતા. દેશમાં કદાચ આ પ્રથમ એવો કેસ હતો કે, ગઠિયાઓએ બેંકમાંથી સીધેસીધા 94 કરોડ રૂપિયા ચોરી કરી લીધા હતા. હેકર્સે બેંક સિસ્ટમ પર હુમલો કરી હોંગકોંગ સ્થિત બેંકમાં કરોડ રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular