નવજીવન મુંબઈ: બોલીવુડના નામચીન પ્રોડયુસર વિજય ગલાનીનુ 50 વર્ષે નિઘન થયુ છે. ત્રણ મહિના અગાઉ બ્લડ કેન્સરની સારવાર અર્થે યુકે ગયા હતા. તેમણે અંતિમ શ્વાસ પણ લંડનમાં લીઘો હતો.
વિજય ગલાની 2001માં ‘અજનબી’ પ્રોડ્યુસ કરી હતી, જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરિના કપૂર ખાન, અને બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં હતા.એક પ્રોડ્યુસર તરીકે વિજયે ‘સૂર્યવંશી’ (1992), ‘અચાનક’ (1998), જેવી ઘણી ફિલ્મો કરી છે.
વિજય ગલાનીએ 2010માં સલમાન ખાનની ‘વીર’ પ્રોડ્યુસ કરી હતી. જેમાં સલમાન સહિત મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ, ઝરીન ખાન, સોહેલ ખાન પણ લીડ રોલમાં હતા. તેમની છેલ્લી પ્રોડક્શન ફિલ્મ ‘ધ પાવર’ હતી. જે 14 જાન્યુઆરીએ એક OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ કરવામાં આવી હતી.








