Wednesday, December 11, 2024
HomeGujaratVadodaraવડોદરામાં બોટ પલટી ખાતા મોટી દુર્ઘટના, 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મૃત્યુની...

વડોદરામાં બોટ પલટી ખાતા મોટી દુર્ઘટના, 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મૃત્યુની આશંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એક શાળાના વિદ્યાર્થીઓ જે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં શાળા તરફથી ફરવા માટે આવ્યા હતા, તે દરમિયાન 25 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બોટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી (Boat Capsize) જતાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકો ડૂબી ગયા હતા. હાલ ફાયર વિભાગ અને NDRF દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મળતી માહિતી મુજબ 12 જેટલા વિદ્યાર્થીઓએ અને 2 શિક્ષકોનું મૃત્યુ થયું હોવાની આશંકા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા વિસ્તારમાં આવેલી ન્યુ સન રાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત લેક ઝોનમાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા રેસક્યું ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસક્યું ઓપરેશન શરૂ કર્યું હતું. હાલ 2 શિક્ષકો સહિત 14 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે કેટલાક બાળકોને હાલ સારવાર માટે વડોદરાની SSG હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે.

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ, બોટમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બોટિંગ કરાવ્યું હોવાને કારણે આ દુર્ઘટના સામે આવી છે. આ ઉપરાંત એવી પણ આશંકા કરવામાં આવી રહી છે કે, બાળકોને લાઈફજેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. પરંતુ હાલ તે તપાસનો વિષય છે. આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છે, જે કોઇ જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાલ વડોદરા જવા નીકળી ગયા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular