નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: આજના જમાનમાં લોકો સમય સાથે બદલાઈ રહ્યા છે, તેમાં છતાં ઘણી જગ્યાએ હજુ જાતિવાદ અને કુરિવાજોની માનસિકતા યથાવત જોવા મળી રહી છે. આજે બનાસકાંઠામાં (Banaskantha) એક અનુસુચિત જાતિના (Scheduled Caste) યુવાને નવા કપડાં અને ચશ્મા પહેર્યા હોવાને કારણે કહેવાતી ઉચ્ચ જાતિના લોકોએ યુવકને માર માર્યો હતો અને જાતિસૂચક અપશબ્દોનો પણ પ્રયોગ કરીને યુવકનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પીડિત યુવકે ગઢ પોલીસ સ્ટેશનમાં (Gadh Police Station) 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી જીગર શેખલીયા બનાસકાંઠાના મોટાગામમાં કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બુધવારે યુવક નવા કપડા પહેરી ચશ્મા સાથે ગામમાં નીકળ્યો હતો. ત્યારે તેના ગામમાં રહેતા અન્ય જાતિના 6 થી 7 વ્યકિતઓ તેના પાસે આવ્યા હતા. તેને અભદ્ર ગાળ ભાંડી જાતિવિષયક શબ્દો બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા વ્યકિતઓ ઉશ્કેરાયા હતા અને તેને ઢોર માર માર્યો હતો. તેમજ ઘટનાની જાણ ફરિયાદીની માતાને થતા માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોતાના પુત્રને છોડવા જતાં સામે રહેલા વ્યકિતઓએ યુવકની માતાને પણ માર માર્યો હતો. ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમબ્યુલેન્સ મારફતે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપીઓ યુવકને આ બાબતે પોલીસમાં જાણ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી ભાગી ગયા હતા.
હાલ સિવિલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે. સમ્રગ મામલે તેણે 7 જેટલા વ્યકિતઓ સામે ગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796