નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ હજારો ગુજરાતીઓ વિદેશમાં અભ્યાસ કરવાના સપના જોતા હોય છે. ત્યારે ગુજરાતના (Gujarat) વિદ્યાર્થીઓનું (Students) ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ (Study in Australia) કરવાનું સપનું પૂરુ ન થાય તેવી શક્યતા ઊભી થઈ છે. ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સીટીએ (Australian University) ગુજરાતના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુક્યો છે. ફ્રોડ વિઝાની વધતી જતી અરજીને ધ્યાનમાં રાખીને આ બંને યુનિવર્સીટીઓએ આ નિર્ણય લીધો છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સીટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી પર પ્રતિબંધ મુક્યો હતો. જેમાં એડિન કોવાન, વિક્ટોરિયા યુનિવર્સીટી, વુલનગોંગ યુનિવર્સીટી, ટોરેન્સ યુનિવર્સીટી અને સધર્ન યુનિવર્સીટીએ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા નહીં આપવનો નિર્ણય કર્યો હતો. ત્યારે વધુ બે યુનિવર્સીટીએ ગુજરાતના વિદ્યાર્થીઓને વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
ઓસ્ટ્રેલિયાની ખ્યાતનામ ફેડરેશન યુનિવર્સીટી અને વેર્સ્ટન સિડની યુનિવર્સીટીએ ભારતના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ એજન્ટોને લખેલા પત્રમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, યુનિવર્સિટી હવે આ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે. વર્ષ 2020માં યુનિવર્સિટી કોર્સમાં એડમિશન લીધા બાદ ડ્રોપઆઉટ કરી ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની મોટી સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી મુજબ લોકો સ્ટુડન્ટ વીઝા લઈને ભણવાની જગ્યાએ નોકરી કરવા માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. આમ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝના નિર્ણય કારણે વિદેશમાં ભણવા જવાના સપના જોતા વિદ્યાર્થીઓના સપના રોળાશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796