આ બહુ નાજુક મુદ્દો છે, બળાત્કારની અનેક ઘટનાઓમાં વાસ્તીવકતા અને ફરિયાદ વચ્ચે ખુબ મોટુ અંતર હોય છે, પણ વાત સ્ત્રીના સ્વમાન અને સુરક્ષાની હોવાને કારણે આ સંબંધે કામ કરતી પોલીસ અને, ઘટનાનું રીપોર્ટીંગ કરતા પત્રકારો તે મુદ્દે મૌન રહેવાનું પસંદ કરે છે કારણ જો આ મુદ્દે પોલીસ અને પત્રકાર સાચુ ચિત્ર રજુ કરે તો તેમની નૈતિકતા અને પ્રમાણિકતાને શંકાના દાયરામાં મુકી દેવામાં આવે છે, દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો તેવી કોઈ પણ ઘટના હોય તેની સાખી શકાય નહીં કાયદાની ભાષામાં તો પુરૂષ પોતાની પત્ની સાથે પણ તેની સંમત્તી વગર સંબંધ પ્રસ્થાપિત કરે અથવા તેવુ કરવાનો પ્રયાસ કરે તો તે બળાત્કાર જ છે, સ્ત્રી એક ઉપભોકતાની વસ્તુ છે તેવી માનસીકતા ધરાવતા પુરૂષોની આપણે ત્યાં બહુમતી છે, સ્ત્રીને પોતાને ઈચ્છા અને અણગમો હોઈ જ શકે નહી તેવુ અને પરણિત પુરૂષો માને છે, આવી એકસો બાબતો પુરૂષોની બાબતમાં હોવા છતાં પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરૂષે બળાત્કાર કર્યો જ હશે તેવો અંતિમ મત પણ ગોગ્ય નથી.
હમણાં ગુજરાતના વડોદરામાં એક ઘટના ઘટી છે. કાયદાનો અભ્યાસ કરતી એક યુવતીએ વડોદરા પોલીસમાં પોતાની સાથે દુષ્કર્મ થયુ છે તેવી પોલીસ ફરિયાદ કરી , પોલીસે તરત ફરિયાદ નોંધી પણ આ કેસના આરોપી વડોદરા નામાંકિત સી એ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક જૈન અને રાજુ ભટ્ટ ફરાર થઈ ગયા હતા, જો કે હાઈ પ્રોફાઈલ કેસ હોવાને કારણે પોલીસ પણ તપાસમાં ઉતાવળ રાખી અને રાજુ ભટ્ટને જુનાગઢથી ઝડપી લેવામાં આવ્યા, હાલમાં મામલો પોલીસ તપાસનો છે અને અગામી દિવસોમાં કોર્ટ આધીન થશે એટલે કેસના ગુણદોષની ચર્ચા આપણે કરતા નથી, પરંતુ પોલીસ કસ્ટડીમાં રહેલા રાજુ ભટ્ટે પોલીસને નિવેદન આપ્યુ કે તેમણે બળાત્કાર કર્યો નથી, પણ યુવતી અને તેમની વચ્ચે જે સંબંધ બંધાયો તે બંન્ને પક્ષની સંમતી હતી, અહિયા તે પ્રશ્ન મહત્વનો છે, ઘટના એક જ છે, સ્ત્રી પુરૂષના શારિરીક સંબંધમાં સમંત્તી હોય તો બળાત્કાર નથી, પણ સંબંધ રાખનાર પતિ-પત્ની ના હોય તો પણ તે બળાત્કાર ક નથી, પરંતુ પોતાના સંબંધને કયારે સંમત્તી કહેવી અને કયારે બળાત્કાર કહેવો તે જાહેર કરવાનો અધિકાર કાયદાએ સ્ત્રીને આપ્યો છે.
મારો અભ્યાસ કહે છે દુષ્કર્મની દરેક ફરિયાદ સાચી હોતી નથી. આવી ફરિયાદમાં એક જ સચ્ચાઈ હોય છે તે સ્ત્રી પુરુષ વચ્ચે સંબંધ બંધાયો હતો, પણ જયાં સુધી સંબંધમાં સુમેળ હતો ત્યાં સુધી તે સંમત્તી રહી, અને જયારે સંબંધ બગડયા ત્યારે તે બળાત્કાર થઈ ગયો, આવી અનેક ખોટી ફરિયાદ પોલીસ સમક્ષ આવે છે, પરંતુ પોલીસની સમસ્યા એવી છે કે જો આ મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થાય અથવા ફરિયાદ નોંધવાની ના પાડે તો સ્ત્રી સંસ્થાઓ સહિત માનવ અધિકાર સંસ્થાઓ પોલીસનો ભુક્કો બોલાવી નાખે, આવી જ સ્થિતિ ઘટનાનું રીપોર્ટીંગ કરતા પત્રકારોની છે, વર્ષો સુધી ક્રાઈમ રીપોર્ટીંગ કરનાર ક્રાઈમ રીપોર્ટરની સમજ પણ પોલીસ જેવી થઈ જાય છે, ફરિયાદ વાંચતા અંદાજ આવી જાય છે કે આ દુધમાં કેટલુ પાણી ઉમેરાયુ છે, પણ પત્રકાર પણ આ મામલે ઈન્વેસ્ટીગેશન કરી પુરુષનો પક્ષ લઈ શકતો નથી કારણ સ્ત્રી સાચી બોલે છે તેવુ આપણા મનમાં ઠાંસી ઠાંસી ભરી દેવામાં આવે છે કયારેક સ્ત્રી પણ ખોટુ બોલે છે તેવુ કહેવાની હિમંત કરવી મુશ્કેલ હોય છે કારણ જો તમે ઘટનાનું તેના મેરીટના આધારે પણ મુલ્યાંકન કરો તો તમે સ્ત્રી વિરોધી છો તેવો ટેગ લગાડી દેશે તેવો ડર લાગે છે.
છેલ્લાં ઘણા વર્ષોથી આ પ્રકારનો એક નવો વ્યવસાય પણ શરૂ થયો જેને આપણે હનીટ્રેપ કહીએ છી, જેમા સ્ત્રીનું હોવુ તો અનિવાર્ય છે, પણ દરેક રાજયોમાં મોટી ગેંગો છે, આ ગેંગમાં અનેક વખત સ્થાનિક પોલીસ સામેલ હોય છે, પુરૂષની નબળી માનસીકતાથી પરિચીત ખાસ કરી પચાસી વટાવી ચુકેલા પુરૂષને પોતાનું નિશાન બનાવે છે, જેમના ઘરે બાળકોના પણ લગ્ન થઈ ગયા, થોડા ઘણા સારા કહી શકાય તેવા પૈસા પણ હોય તેવા પુરૂષ પાસે પહેલા સ્ત્રી મિત્રતા કરે છે, સંબંધ રાખે છે અને એક દિવસ અચાનક જાહેર કરે છે, તેની સાથે ફલાણી ઓફિસમાં, ફલાણી હોટલ અને ફલાણા ફાર્મમાં દુશ્કર્મ અચારવામાં આવ્યુ હતુ, પહેલા તો મામલો અરજી સ્વરૂપે હોય છે, એટલે જેની સામે અરજી થઈ હોય તેના પગ નીચેથી ધરતી ખસ્સી જાય છે, આવી ઘટનામાં પતાવટની વાત થાય છે અને પછી લાખોમા આ સંબંધ પુરૂષને પડે છે, હવે તો રુબરૂ મળવાની પણ જરૂર રહી નથી, સ્ત્રી સોશીયલ મિડીયા મારફતે સંપર્કમાં આવે છે, વિડીયોવી આપ લે થાય છે હવે તમારો આ વિડીયો તમારા મિત્રોને મોકલુ છે તેવી એક ધમકી દ્વારા ડીઝીટલી મની ટ્રાન્સફર થયાના પણ અનેકો કિસ્સા છે. આમ અનેક સ્ત્રીઓએ પોતાની સુરક્ષા માટે રહેલા કાયદાને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવી દીધુ છે.
હું એવુ પણ કહેવા માંગતો નથી, કે બળાત્કાર થતાં જ નથી અને તમામ બળાત્કારની ફરિયાદ ખોટી હોય છે. કોઈ ઘટનાને કારણે સમગ્ર વિષયનું જનરલાઈઝ કરી શકાય નહીં જેની સામે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાય છે તેની આબરૂ તો ધુળધાણી થાય છે પરંતુ આપણે જે પુરૂષ સામે ખોટી ફરિયાદ થઈ છે તેના પરિવારનો કયારેય વિચાર કરતા નથી, બીજી ખાસ બાબત એવી છે કે જે કિસ્સામાં સંમત્તીથી સંબંધ બંધાયો હતો તેવા કિસ્સામાં પકડાયેલો પોલીસ સામે જયારે સંમત્તીના સંબંધની કબુલાત કરે છે ત્યારે તે પુરૂષની પત્ની અને બાળકોની શુ સ્થિતિ હશે તેની પણ આપણે કલ્પના કરતા નથી, વડોદરાના કેસમાં મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પોલીસને કહ્યુ કે મેં બળાત્કાર કર્યો નથી, મારો સંબંધ સંમત્તીનો હતો, ત્યારે રાજુ ભટ્ટની પત્નીની માનસીક સ્થિતિની કલ્પના કરો, તે સ્ત્રીને કેટલો મોટો આધાત લાગ્યો હશે, કદાચ તે સ્ત્રીને લાગ્યુ હશે તે તે જીંદગીની બાજી હારી ગઈ, પુરૂષ જયારે પકડાઈ જાય ત્યારે સહજથી સત્યને સ્વીકારી લે છે, રાજુ ભટ્ટના કિસ્સામાં પણ તેમના પત્ની સંમતીના સંબંધને સ્વીકારી લેશે પણ માની લો કે કોઈ સ્ત્રી પોતાના પતિ સામે એવી કબુલાત કરે કે મારે ફલાણા પુરષ સાથે શારિરીક સંબંધ હતો પુરૂષ તે બાબતને હરગીજ સ્વીકારશે નહીં. વાત અહિયા એટલી જ છે કે સ્ત્રી પોતાના સંબંધને કયો દરજ્જો આપવા માગે છે તેની ઉપર પુરૂષની ભાવી નિર્ભર છે.