નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માતના (Ahmedabad iskcon bridge accident) આરોપી તથ્ય પટેલના (Tathya Patel) પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજુર કરવામાં આવ્યા છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન હાઈકોર્ટે આજે મંજુર કર્યા છે. આ અગાઉ પણ કેન્સરની બીમારી બતાવીને પ્રજ્ઞેશ પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યારે આ મામલે સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. જેથી પ્રજ્ઞેશ પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પ્રજ્ઞેશ પટેલને જામીન આપ્યા છે.
અમદવાદમાં ગત 20 જુલાઈની મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કાર લોકોના ટોળા પર ફરી વળી હતી. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યું થયા હતા અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બાદ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ તથ્ય પટેલને બચાવવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન તેઓએ લોકોને ધમકાવીને તેમના દીકરાને સ્થળ પરથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ તથ્ય પટેલ સામે IPC અને મોટર વેહિકલ એક્ટ અતર્ગત ગુનો નોંઘીને 1684 પાનાની ચાર્જસીટ કોર્ટમાં રજુ કરી હતી. બીજી બાજુ લોકોને ધમકાવવા બાબતે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ પોલીસ કલમ 506 અંતર્ગત ગુનો નોંધ્યો હતો અને પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી.
આ અકસ્માત બાદ પોલીસે 24 કલાકમાં જ પિતા-પુત્રને કોર્ટ સામે હાજર કર્યા હતા. આ દરમિયાન પ્રજ્ઞેશ પટેલ દ્વારા જામીન અરજી કરવામાં ન આવતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈધ દ્વારા કોર્ટમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કરવામાં આવી હતી. જે કોર્ટે ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે આજે 103 દિવસ બાદ આજે પ્રજ્ઞેશ પટેલના જામીન કોર્ટે મંજુર કર્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796