Saturday, April 20, 2024
HomeBusinessક્રૂડ ઓઇલના વધતાં ભાવ ખાંડની તેજીમાં ઊંબાડિયા કરે છે

ક્રૂડ ઓઇલના વધતાં ભાવ ખાંડની તેજીમાં ઊંબાડિયા કરે છે

- Advertisement -

થાઈલેન્ડમાં દુષ્કાળને લીધે ૨૦૨૩-૨૪નું ખાંડ ઉત્પાદન છેલ્લા ૧૭ વર્ષનું સૌથી ઓછું

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ક્રૂડ ઓઇલના (Crude Oil) વધતાં ભાવ, ઇથેનોલના ભાવને ફાયદો કરાવી જાય છે. અને શક્ય છે કે જાગતિક ખાંડ (Sugar) મિલો શેરડી પિલાણ, સુગરને બદલે ઇથેનોલ ઉત્પાદન તરફ વાળીદે. પરિણામે ખાંડનો વૈશ્વિક પુરવઠો ઘટે. ગુરુવારે નાયમેક્સ રો સુગર વાયદો ૧ મહિનાની ઊંચાઈએ ૨૨.૫૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો. એ સાથે લંડન મે વ્હાઇટ સુગર ટન દીઠ દોઢ મહિનાની ઊંચાઈએ ૬૫૧ ડોલર બંધ થયો. ક્રૂડ ઓઇલની તેજી આગળ વધી, ભાવ ૧ સપ્તાહની ઊંચાઈએ જતાં સુગરની તેજીને ટેકો મળી ગયો હતો.

ભારતમાં ખાંડ ઉત્પાદન ઘટાડો એ પણ તેજીનો ટંકાર કરે છે. ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસમા) આ સપ્તાહે કહ્યું કે ૨૦૨૩-૨૪ની મોસમમાં ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ઉત્પાદન વર્ષાનું વર્ષ ૦.૭ ટકા ઘટીને ૨૮૧ લાખ ટન આવ્યું હતું. ઇસમાએ તેના ૨૦૨૩-૨૪ના આંકડા સુધારીને કહ્યું કે (શેરડીને ઇથેનોલમાં લઈ જવા અગાઉ) ખાંડ ઉત્પાદન ૩૪૦ લાખ ટન અંદાજી શકાય, જાન્યુઆરીમાં આ અંદાજ ૩૩૦.૫ લાખ ટનનો હતો.

- Advertisement -

જૂનથી સપ્ટેમ્બર સુધીને ૨૦૨૩ના ચોમાસામાં વરસાદ સરેરાશ કરતાં ૬ ટકા ઓછો પડ્યો હતો. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો હતો. ભારતમાં પૂરતો ખાંડ પુરવઠો જાળવવાના આશયથી સરકારે ૩૧ ઓકટોબરથી નવો આદેશ બહાર ના પડે ત્યા સુધી, નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ૨૦૨૨-૨૩ની ખાંડ મોસમમાં ભારતીય ખાંડ મિલોએ ૬૧ લાખ ટન નિકાસ કરી હતી. આ અગાઉના વર્ષમાં નિકાસ ૧૧૧ લાખ ટન કરવામાં આવી હતી. ભારત વિશ્વમાં બ્રાઝિલ પછી બીજા નંબરે સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

ભાવને દબાણમાં રાખે તેવા બુધવારે વધુ એક સમાચાર બ્રાઝિલથી આવ્યા, માર્ચના પ્રથમ પખવાડિયામાં ઉત્પાદન ૬૪,૦૦૦ ટન આવ્યું જે ગતવર્ષના સમાનગાળા કરતા ૩૧૩ ટકા વધુ હતું. બ્રાઝિલનું ૨૦૨૩-૨૪ની મોસમમાં માર્ચ મધ્ય સુધીમાં ઉત્પાદન વર્ષાનું વર્ષ ૨૫.૮ ટકા વધીને ૪૨૨.૪૫ લાખ ટન થયું હતું. બ્રાઝિલની મિલોને ઇથેનોલ કરતાં ખાંડમાં વધુ નફો મળતો હોઇ, ઇથેનોલમાંથી વધુ શેરડી ખાંડ ઉત્પાદન તરફ વાળી હતી. આ વર્ષે મિલોએ ખાંડ ઉત્પાદન માટે ૪૮.૯૬ ટકા કૂલ શેરડી ફાળવી હતી, જે ગતવર્ષે ૪૫.૯૩ ટકા હતી.

થાઈલેન્ડમાં દુષ્કાળને લીધે ૨૦૨૩-૨૪નું ખાંડ ઉત્પાદન, ૬ ફેબ્રુઆરી વર્ષાનું વર્ષ ૩૨ ટકા ઘટીને ૭૫ લાખ ટન અંદાજયું હતું, જે છેલ્લા ૧૭ વર્ષનું સૌથી ઓછું હતું. વરસાદનું પ્રમાણ ગતવર્ષ કરતાં ઘણું ઓછું હતું, અને વર્તમાનમાં સર્જાયેલી અલ-નીનો હવામાન સિસ્ટમ થાઇલેન્ડમાં આ વર્ષે પણ ઓછી વર્ષાનું જોખમ નિર્મિત કરશે. વધુમાં શેરડીમાં ફ્રૂકટોસ પ્રમાણ છેલ્લા ૧૩ વર્ષમાં સૌથી ઓછું આવ્યું હતું, પરિણામે ખાંડમિલોની ઉત્પાદકતા ઘટી હતી. થાઈલેન્ડ ત્રીજા નંબરનો ઉત્પાદક અને બીજા નંબરનો મોટો નિકાસકાર દેશ છે.

- Advertisement -

નવેમ્બર અને મે મહિનામાં અમેરિકન કૃષિ મંત્રાલય અર્ધવાર્ષિક સુગર અહેવાલ આપતું હોય છે, નવેમ્બર ૨૦૨૩ના અહેવાલમાં ૨૦૨૩-૨૪નું વૈશ્વિક ખાંડ ઉત્પાદન અનુમાન, વર્ષાનું વર્ષ ૪.૭ ટકા વધારીને ૧૮૩૪.૬૧ લાખ ટન મૂક્યું હતું. સાથે જ માનવ વપરાશનો અંદાજ વર્ષાનું વર્ષ ૧.૨ ટકા વધારીને વિક્રમ ૧૭૮૪.૩૧ લાખ ટન મૂક્યો હતો. વર્ષાન્ત સ્ટોક ૧૩.૩ ટકા ઘટાડીને ૧૩ વર્ષમાં સૌથી ઓછો ૩૩૬.૮૧ લાખ ટન મૂક્યો હતો. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનએ ૨૮ ફેબ્રુઆરી કહ્યું હતું કે ૨૦૨૩-૨૪માં ખાંડની પુરવઠાખાધ અંદાજ, નવેમ્બરમાં ૩.૩૫ લાખ ટન મૂક્યો હતો તે વધારીને બમણો ૬.૮૯ લાખ ટન કર્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular