નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Kidnaping : બાળસહજ રીતે જ બાળકોને અભ્યાસ કરવાની વાતમાં કંટાળો આવતો હોય છે. કોઈને કોઈ બહાને બાળકો ભણવા બેસવાનું ટાળતા હોય છે. પરંતુ જ્યારે નાની બાળકી દ્વારા જ ભણવાનું ટાળવા પોતાનું અપહરણ થયાનું નાટક (Kidnapping Drama) કરવામાં આવે ત્યારે કઈંક વિચિત્ર લાગે છે. આવી જ એક ઘટના રાજકોટમાં (Rajkot) સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં સવારે જ કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બાળકીનું અપહરણ થવાની અફવા સામે આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર જીલ્લાની પોલીસ બાળકીની શોધખોળ પાછળ પડેલી હતી. જીલ્લાની તમામ સરહદો પર નાકાબંધી કરી પોલીસ (Rajkot Police) દ્વારા અપહરણકર્તાની શોધખોળ કરવામાં આવી રહી હતી, ત્યારે અપહરણથી બચી ગયેલી બાળકીનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. ઝોન-2ના DCP સુધીર કુમાર દેસાઈએ કહ્યું હતું કે, પોલીસ તપાસમાં કોઈ અપહરણ ન થયું હોવાનું ખુલ્યું છે. બાળકીના નિવેદનથી પોલીસને શંકા જતાં પોલીસે CCTV ચેક કર્યા હતા. CCTV ચેક કરતાં બાળકી શાંતિથી પોતાની મસ્તીમાં જઈ રહી હોવાનું નજરે પડ્યું હતું.
પોલીસે બાળકીને શાંતિથી પૂછતા બાળકીએ જણાવ્યું હતું કે, હોમવર્ક બાકી હોવાથી ટ્યુશનમાં જવાનું ટાળવા અપહરણ થયાનું નાટક કર્યું હતું. બાળકીએ અપહરણની કહાનીમાં કહ્યું કે, થાર કારમાં આવેલા ત્રણ બુકાનીધારીઓ દ્વારા મને કીડનેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ બટકું ભરી લેતા હું છૂટી ગઈ અને ત્યાંથી નાસી ગઈ જેથી હું બચી ગઈ. પરંતુ તેની સાથે રહેલી એક બહેનપણીને અપહરણકર્તાઓ ઉઠાવી ગયા. જોકે પોલીસ તપાસમાં બાળકીએ રચેલું અપહરણનું તરકટ સામે આવતા માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796