નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક પુત્રએ પોતાના પિતાની હથોડીના ઘા મારી હત્યા કરી નાખ્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં પિતા વારંવાર માતાને માર મારી ત્રાસ આપતા હોય કંકાસથી કંટાળી આવેશમાં આવેલા પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દિધું હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા આસપાસના રહિશોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા અને પોલીસ (Rajkot Police) કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મામલાની નોંધ કરી લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને પોસ્ટમાર્ટ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : ભૂવાએ એવી સારવાર કરી કે મહિલાને મળ્યું મોત, રાજકોટમાં અંધશ્રધ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ તાલુકા મોટા મૌવા ખાતે આવેલા વણકરવાસમાં રહેતા નાથાભાઈ ડહ્યાભાઈ પરમાર મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પંરતુ ઘરમાં કોઈ કારણોસર સતત કંકાસ રહેતો હતો અને તેઓ પત્ની સાથે મારઝૂડ કરતા હતા. રોજબરોજના ઝઘડાથી પુત્ર ધર્મેશ કંટાળી ગયો હોય તેણે પિતાને ઝગડો નહીં કરવા અનેક વખત જણાવ્યું હતું. છતા પણ પિતાએ પત્ની સાથે ઘરકંકાસ ચાલુ રાખતા પુત્ર ધર્મેશ ઉશ્કેરાયો હતો. દરમિયાન ફરી પિતા નાથાભાઈએ તેની માતા સાથે ઝઘડો કરતા આવેશમાં આવેલા પુત્ર ધર્મેશે પિતાને માથાના ભાગે હથોડી મારી દિધી હતી.
પિતા નાથાભાઈને માથાના ભાગે હથોડી મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે બુમ બરાડા થતા હોય આસપાસના રહિશો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ થઈ હતી. માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી પરંતુ દરમિયાન લોહિલુહાણ હાલતમાં નાથાભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હત્યાના આરોપી પુત્ર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. તેમજ ઘટનાના કલાકોમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. પરંતુ મહત્વની વાત છે કે પુત્રએ પિતાની હત્યા કરતા પુત્ર જેલમાં જતો રહેતા નોધારી બની ગયેલી માતા ભયંકર વલોપાત કરતા જોવા મળી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796