નવજીવન ન્યૂઝ,રાજકોટઃ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પાઈનવિન્ટા નામની હોટલમાં એક અત્યંત કરુણ ઘટના બની છે જેમાં માત્ર અઢી વર્ષની બાળકી બારીમાંથી નીચે પટકાઈ ગઈ છે. આ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટમાં આવો એક બનાવ બન્યો હતો જેમાં બાળકીનો જીવ ગયો હતો. આ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
પાઈનવિન્ટા હોટલના માલિક વલ્લભ ભાઈનું કહેવું છે કે, અમારે હોટલમાં ગ્રીલ કે આડસ મુકવી હોય તો ફાયર વિભાગની પરવાનગી જોઈએ છે. તેના માટે મેનેજરને અમે કહ્યું હતું કે કઈ રીતે કામગીરી કરવાની છે તે સમજી લેવાનું. આ બાળકી કોણ છે અને પરિવાર ક્યાંથી આવ્યો છે તે અંગેની હાલ મારી પાસે જાણકારી નથી તપાસ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં એક સગાઈ પ્રસંગમાં ગોંડલ રોડ પર આવેલી ધ પાઈનવિન્ટા હોટલમાં રોકાયેલા એક બહેનની નિત્યા નામની દીકરી જ્યારે માતા ફોનમાં વ્યસ્ત હતા ત્યારે રમતા રમતા બારીમાંથી નીચે પડી ગઈ હતી જેમાં તેનું મોત થયું હતું.
![]() |
![]() |
![]() |