Saturday, June 3, 2023
HomeBusinessઅમેરિકામાં વ્યાજદર ઘટાડવાની શક્યતા સોના ચાંદીની માંગને નવો જોમ જુસ્સો આપશે

અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની શક્યતા સોના ચાંદીની માંગને નવો જોમ જુસ્સો આપશે

- Advertisement -

સોનાના ભાવ બે મહિનાના તળિયે ૧૯૩૯ ડોલર

સોનાના ભાવ મે ૨૦૨૨ની ૧૮૫૫ ડોલરની બોટમથી હજુ પણ ૬ ટકા ઊંચા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન દેવા (ડેટ), મર્યાદા હદબહાર વટાવી જતાં સોનાના ભાવ (Gold Price) બે મહિનાના તળિયે આવી ગયા છે. છેલ્લા કેટલાંક દિવસથી ભાવમાં અફડાતફડી જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વની માસિક મીટીંગની (federal reserve meeting) મિનિટ્સ રજૂ થયા પછી, ડોલર ઇંડેક્સ બે મહિનાની ઊંચાઈએ જતાં, શુક્રવારે કોમેક્સ (Comex) જૂન ગોલ્ડ વાયદો ૧૯૩૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) સુધી ઘટ્યો. મિનિટ્સમાંથી એવા સંકેત મળ્યા કે આગામી જૂન મિટિંગમાં વ્યાજદર વધારવામાં આવશે કે નહીં તે અંગે મતો વહેચાયેલા રહ્યા હતા. જો વ્યાજદર ઘટાડવાની શક્યતા ઉજાગર થશે તો, તે સોના ચાંદીની માંગને નવો જોમ જુસ્સો આપશે. આ ઘટના વ્યાજ નહીં આપતી જણસ સોના ચાંદીમાં રોકાણકારોનો લેવાલીનો ઉત્સાહ વધારશે.

મે મિટિંગમાં કહેવાયું હતું કે ફેડરલ રિઝર્વે અમેરિકન વ્યાજદર સતત ૧૦મી વખત વધારીને ૫.૨૫ ટકાની ઊંચાઈએ લઈ જવાયા હતા, જે ૨૦૦૭ની મધ્ય પછીના સૌથી ઊંચા હતા. આગામી ૧૩-૧૪ જૂન ફેડ મોનિટરી મિટિંગ ફરી મળશે. સલામત મૂડીરોકાણ સોનાના પ્રતિસ્પર્ધી એવો અમેરિકન ડોલર મધ્ય માર્ચ પછીની ઊંચાઈએ મુકાયો છે. સોનું અગાઉના સેલ ઓફ (વેચવાલી)માંથી ઉભરવા પ્રયાસ કરી રહ્યું હતું ત્યાં મજબૂત ડોલર અને ઊંચા ટ્રેઝરી યીલ્ડ સામે સોનાએ ઊંચે જવાના પ્રયાસ પડતાં મૂક્યા હતા.

- Advertisement -

છેલ્લા કેટલાંક સપ્તાહોથી સોનામાં ઝડપી સુધારા જોવાયા હતા. ભાવ ૨૦૦૦ ડોલરના ઉંબરાને વટાવી ૨૦૮૫ ડોલરની ઊંચાઈએ ગયા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ડેટા કહે છે કે વર્તમાન ભાવ ઘટાડો પણ ઉતાવળો થયો છે, અલબત્ત, સોનાના ભાવ મે ૨૦૨૨ની ૧૮૫૫ ડોલરની બોટમથી હજુ પણ ૬ ટકા ઊંચા છે. વર્તમાન અર્થતંત્રોની અચોક્કસતાઓ જોતાં રોકાણકારોનો મોહ હજુ પણ સોનાંમાં જળવાઈ રહ્યો છે, શક્ય છે કે અન્ય ફંડામેન્ટલ્સ ભાવની ઉથલપાથલ વધારે અને ભાવને થોડા સમય માટે ઊંચે કે નીચે લઈ જવામાં મદદ કરે.

ફુગાવો, આર્થિક વિકાસ વૃધ્ધિમા ધીમી પ્રગતિ, વિદેશી હૂંડિયામણ બજારની ઉથલપાથલ જેવા મુદ્દા ભાવ પર અસર ઊભી કરશે. આર્થિક અચોક્કસતા શેરબજારને વ્યાપક રીતે ઘસારો પહોંચાડે છે, જેના લીધે રોકાણકારોનું વળતર ઘટે છે. આવી સ્થિતિમાં રોકાણકારો સોનામાં સરણ લેવાનું વાજબી ગણે છે. ચિંતા એ વાતની પણ છે કે અમેરિકન ડેટનું વળતર જૂન આરંભ સુધી ના વધે, અને જો ડેટ સીલિંગ તત્કાળ નહીં વધારવામાં આવે તો સોના ચાંદી બજારમાં જુદા પ્રકારનો સંકેત જશે. ભય તો એવો પણ છે કે જો અમેરિકન ડિફૉલ્ટની આશંકા વધે તો, અમેરિકન કારન્સીને પણ તેનો લાભ મળશે. અલબત્ત, અમેરિકન બેન્કોએ તો મોટા અવાજે અને સ્પષ્ટ ચેતવણીઓ આપવાની શરૂ કરી દીધી છે.

અમેરિકન ડેટ સીલિંગ મુદ્દે આવતા અહેવાલો કહે છે કે ૧ જૂન સુધીમાં ડિફૉલ્ટરોની સંખ્યામાં વૃધ્ધિ શક્ય છે. આવી અચોક્કસ સ્થિતિમાં, રોકાણકારો ડોલરને સલામત રોકાણ અસ્ક્યામત ગણવા લાગતાં હોય છે. જો અમેરિકન મેક્રો ડેટા એકાએક આશાવાદ કરતાં નિરાશાવાદમાં તબદીલ થઈ જશે તો સપાટી પર મંદીના જોખમની તલવાર લટકવા લાગશે. આવી સ્થિતિમાં બજાર ૨૦૨૩ના બીજા અર્ધવાર્ષિકમાં ફેડરલ રિઝર્વ પાસેથી વ્યાજદર ઘટાડવાની અપેક્ષા રાખવા લાગશે. હાલમાં ૮૨ ટકા એનાલીસ્ટો જૂનમાં વ્યાજદર સ્થિર રહે તેવી શક્યતા જુએ છે, જુલાઈમાં વ્યાજદર ઘટવાની ધારણા ૩૩ ટકા એનાલીસ્ટો જોઈ રહ્યા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular