Sunday, November 2, 2025
HomeNationalનોરા ફતેહીએ કોરોના પોઝિટિવ થયા પછી કહ્યું, પથારીવશ થઈ છું, કોરોનાની બહુ...

નોરા ફતેહીએ કોરોના પોઝિટિવ થયા પછી કહ્યું, પથારીવશ થઈ છું, કોરોનાની બહુ જ ખરાબ અસર થઈ છે

- Advertisement -

નવજીવન.મુંબઈઃ બોલિવુડમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટે આવ્યા છે. અર્જુન કપુર તથા તેની બહેન અંશુલા પણ કોરોના પોઝિટિવ થયા. તેની કઝિન રિયા અને તેનો પતિ પણ કોરોના પોઝિટિવ આવ્યા. અર્જુન અંશુલાના ચાર મિત્રોનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. હવે અભિનેત્રી નોરા ફતેહી તથા શિલ્પા શિરોડકરે પણ કોરોનાની ઝટેપે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શિલ્પા શિરોડકર વેક્સિન લેનારી પહેલી ઈન્ડિયન સેલિબ્રિટી હતી. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં વેકિસન લીધી હતી.



અર્જુન તથા અંશુલા કપૂર બિકાનેર ગયા હતા ત્યાંથી પરત ફરતાં જ્યારે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો ત્યારે તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી મુંબઈ કોર્પોરેશને હાઈ રિસ્ક કન્ટેન્ટ બનાવ્યું હતું અને તેમાં ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. નોરા જ્યારે કોરોના પોઝિટિવ થઈ છે ત્યારે તેના લાખો ફેન્સમાં ચિંતાનો માહોલ છે. નોરાએ આ સંદર્ભમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકી છે. જેમાં તેણે કહ્યું કે 28મી ડિસેમ્બરે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલમાં તે હોમ ક્વોરન્ટાઈન છે.

તેણે લખ્યું છે કે, કમનસીબે હાલ હું કોરોના સામે લડી રહી છું. પ્રામાણિકતાથી કહું તો આની બહુ જ ખરાબ અસર મારા પર પડી છે. ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ હું છેલ્લા કેટલાક દિવસથી પથારીવશ છું. મહેરબાની કરીને સલામત રહો, માસ્ક પહેરો. આ ઘણો જ ઝડપથી પ્રસરે છે અને દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. દુર્ભાગ્યે મેં આના પર ઘણી જ ખરાબ રિએક્શન આપ્યું હતું. આ કોઈને પણ થઈ શકે છે. મહેરબાની કરીને સાવચેત રહો. હાલની ક્ષણે હું સાજી થાઉં એ રીતના પ્રયાસ કરી રહી છું અને આ જ સૌથી મહત્ત્વનું છે.

- Advertisement -





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular