નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: છેલ્લા ઘણાં સમયથી ભાજપ લોકોના વિરોધનો ભોગ બની રહ્યું હતું અને એ પણ એક નેતાના વિવેક બુદ્ધિ વગરના નિવેદનના કરણે, પાર્ટી દ્વારા આખરે બંને નેતાઓ પર આકરા પગલા લેવાયા છે. એક નેતાને સસ્પેન્ડ કારાયા છે તો બીજાને હાંકી કાઢવામાં આવ્યા છે.
વિવાદાસ્પદ નિવેદન પર સતત વિરોધ બાદ ભાજપે પોતાના નેતાઓ સામે કાર્યવાહી કરી છે. એક ખાનગી ન્યૂઝ એજન્સી ANIના સમાચાર મુજબ પાર્ટીએ નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધી છે તથા નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.