નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયા (ભારતીય મહિલા ક્રિકેટ ટીમ)ની પૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા પર ભાવુક પત્ર સાથે જાહેરાત કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, “આટલા વર્ષો સુધી મને પ્રેમ અને સમર્થન આપવા માટે આપ સૌનો આભાર. આપ સૌના સાથ-સહકાર અને આશીર્વાદથી હું મારી બીજી ઈનિંગ શરુ કરવા જઈ રહી છું.”
તેમણે પત્રમાં લખ્યું, “આટલા વર્ષો સુધી ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત હતી. તેણે ચોક્કસપણે મને એક વ્યક્તિ તરીકે આકાર આપ્યો છે અને આશા છે કે તે ભારતીય મહિલા ક્રિકેટને આકાર આપવામાં પણ મદદ કરશે.” મિતાલીએ તેમના પત્રમાં ચાહકોની સાથે સાથે બીસીસીઆઇ અને સેક્રેટરી જય શાહનો આભાર માન્યો છે.
Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u— Mithali Raj (@M_Raj03) June 8, 2022
જમણા હાથની બેટ્સમેન મિતાલીના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન છે. તેમણે ભારત માટે 232 વન ડે રમી છે અને 50.68ની એવરેજથી 7805 રન ફટકાર્યા છે. તેમણે જૂન 1999માં આયર્લેન્ડ સામેની વન-ડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં રમાયેલા આઇસીસી મહિલા વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમની કેપ્ટન હતા. ભારતે આ ટુર્નામેન્ટમાં નિરાશાજનક દેખાવ કરતાં સેમિ ફાઈનલમાં પણ ક્વોલિફાય કર્યું નહતુ.
તેમની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ 2017ના આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં ફાઈનલમાં પ્રવેશી હતી. જ્યાં તેને ઇંગ્લેન્ડના હાથે ખૂબ જ ઓછા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મિતાલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા 2005ના વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પણ પ્રવેશી ચૂક્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વિજેતા બની હતી. મિતાલી મહિલા ટી-20 ચેલેન્જમાં વેલોસિટી ટીમની કેપ્ટન પણ હતા.
39 વર્ષીય મિતાલીએ ભારત માટે 12 ટેસ્ટ, 232 વન ડે અને 89 ટી-20 રમી છે. જેમાં તેમના નામે 699 ટેસ્ટ રન, 7805 વન-ડે રન અને 2364 ટી-20 રન સામેલ છે. તેમની ગણતરી વિશ્વની મહાન મહિલા ક્રિકેટરોમાં થાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











