નવજીવન.નવીદિલ્હી: બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા એકનાથ ગાયકવાડ પણ કોરોના પોઝિટિવ થયા છે. ભારતમાં ફરી એકવાર કોરોનાએ રફતાર પકડી છે. સતત વધી રહેલા કેસના કારણે અનેક શહેરોમાં ફરીથી નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.
સૌરવ ગાંગુલીનો ગઈકાલે મોડી રાત્રે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સૌરવ ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બીજીબાજુ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા એકનાથ ગાયકવાડ પણ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ટ્વીટમાં વર્ષા એકનાથે જણાવ્યું હતું કે હળવા લક્ષણો પછી તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલેખનીય છે કે તેઓ વિધાનસભામાં હાજર પણ રહ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












