નવજીવન ચંદીગઢ: પંજાબના લુધિયાણામાં કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં શંકાસ્પદ હુમલાખોર ભૂતપૂર્વ પોલીસકર્મીએ તેની સામે નોંધાયેલા ડ્રગ્સના કેસના રેકોર્ડને નષ્ટ કરવા માંગતો હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. વિસ્ફોટમાં શંકાસ્પદ ગગનદીપ સિંહનું મોત થયું હતું.
ભૂતપૂર્વ હેડ કોન્સ્ટેબલ ગગનદીપની ડ્રગ-સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને 2019 માં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને સજા તરીકે બે વર્ષ જેલમાં વિતાવ્યા હતા. આ પછી, તે સપ્ટેમ્બરમાં જેલમાંથી મુક્ત થયો હતો.
પંજાબના ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયે મીડિયાને જણાવ્યું કે, ગગનદીપ સિંહ તેની સામે નોંધાયેલા ડ્રગ્સ કેસમાં કોર્ટમાં હાજર થવાનો હતો. તેણે કોર્ટના રેકોર્ડ રૂમને નષ્ટ કરવાની યોજના બનાવી હતી જ્યાં કેસ પેપર્સ રાખવામાં આવ્યા હતા.
વઘુમાં કહ્યું કે આ ભૂતપૂર્વ હેડ કોન્સ્ટેબલ કોર્ટના બાથરૂમમાં બોમ્બ પ્લાન્ટ કરી રહ્યો હતો ત્યારે જ વિસ્ફોટ થયો. જોકે, હજુ સુધીએ જાણી શકાયું નથી કે તેને આઈઈડી બનાવવા માટે સામગ્રી ક્યાંથી મળી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિસ્ફોટને કારણે પાણીની પાઈપ ફાટી ગઈ, જેના કારણે કેટલાક વિસ્ફોટકો વહી ગયા જે મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ આવી શકે છે.
પોલીસે ગગનદીપ સિંહના બે મિત્રો અને તેના ભાઈની પૂછપરછ માટે અટકાયત કરી છે. તેના ઘરેથી એક લેપટોપ મળી આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગગનદીપ સિંહનું સિમકાર્ડ અને વાયરલેસ ડોંગલ તેની ઓળખ કરવામાં મદદ કરે છે અને પરિવારે પણ પુષ્ટિ કરી છે કે લાશ તેમની જ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












