બેટરી અને ઊર્જાની વ્યાપક ઉત્પાદન માંગ જોતાં ૨૦૪૦ સુધીમાં નિકલની માંગ વધીને ૪૧ ટકા થશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): નિકલના (Nickel) ભાવ ૨૦૨૪માં ઘટી રહ્યા છે તે સૂચવે છે કે જાગતિક અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે. એનાલિસ્ટો કહે છે કે ઈલેટ્રીસીટીફિકેશેન માટે ગતિ તેજ થઈ છે, સાથેજ આગામી દાયકો ઇલેક્ટ્રિક વાહનોનો અને આખું વિશ્વ ગ્રીન ઊર્જા માટે સ્પર્ધામાં ઉતાર્યું છે ત્યારે, નિકાલની માંગમાં કોઈ ઘટાડો સંભવિત નથી. ભાવ સતત ઘટયા પછી, મે મહિનામાં પાછા વધવા લાગ્યા હતા. ત્યારે જ રોકાણકારોનું લાંબાગાળાની તેજી માટેનું ધ્યાન આ મેટલ (Metal) પર કેન્દ્રિત થયું હતું. જો કે છેલ્લા બાવન સપ્તાહમાં નિકલના ભાવ ૧૬ ટકા ઘટાડો દાખવે છે. શુક્રવારે એલએમઇ નિકલ વધીને ૧૭,૨૪૩ ડોલર મુકાઇ હતી.
નિકલનો મહત્તમ વપરાશ સ્ટેનલેસ સ્ટીલમાં થાય છે હવે વ્યાપક બેટરી ઉત્પાદન માંગ જોતાં ૨૦૪૦ સુધીમાં કૂલ માંગમાં આ બે ઉધ્યોગની માંગ વધીને ૪૧ ટકા રહેવાની શક્યતા છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું માનવું છે કે ૨૦૫૦ સુધીમાં હવામાનમાં કાર્બન ફૂટ પ્રિન્ટ શૂન્ય નજીક પહોંચી જશે. અલબત્ત, ક્લાયમેટ ચેન્જ અને ટ્રાન્સપોર્ટ નિષ્ણાત ક્રિસ હોએને કહે છે કે જો ૨૦૫૦માં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો આગામી એક દાયકામાં કૂલ વાહનોના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો ૮૦ ટકા ઉપર લઈ જવો પડશે.
આટલી મોટી માંગને પહોંચીવળવા વર્તમાન નિકલ ઉત્પાદનમાં ભારે વૃધ્ધિ કરવાની આવશ્યકતા રહેશે. સૌથી વધુ પ્રયત્નો ઉત્તર અમેરિકામાં કરવા પડશે, જ્યાં નિકલની કાચી ધાતુની માત્રા મોટાપાયે ધરબાયેલી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેનેડામાં નિકલ રિઝર્વ ધરખમ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વર્ષો સુધી કેનેડામાં ઉત્પાદન ઘટયા પછી તે હવે ફરીથી ઉત્પાદનમાં ધરખમ વધારો કરવાની સ્થિતિમાં આવી ગયું છે.
એસએન્ડપી ગ્લોબલ કોમોડિટી ઈન્સાઈટ કહે છે કે ગતવર્ષથી વધતો ફુગાવાદર, નબળા અર્થતંત્રો માત્ર ખનીજ નહીં તમામ કોમોડીટીઓની માંગ અપેક્ષાથી પણ ધીમી પાડી દીધી હતી. પરિણામે એક તરફ ખાણીજોના ખડકલા થવા લાગી અને બીજી તરફ ભાવ ઘટવા લાગ્યા. ૧૪૭ વર્ષ જૂનું લંડન મેટલ એક્સચેન્જ અમેરિકા, યુરોપ, સાઉથ કોરિયા, મલેશિયા સહિતના અનેક એશિયન દેશોમાં મળીને ૪૫૦ વેરહાઉસ ધરાવે છે. એલએમઇ નિકલ સ્ટોક ૬૦૦ ટન વધી વર્ષની નવી ઊંચાઈ સરજવા જઈ રહ્યો છે. એલએમઇ ખાતે નિકલ સ્ટોક ગત મહિના કરતાં પણ વધીને ૯૩,૮૬૪ ટન થયો છે. ૨૦૨૩માં નિકલનાં ભાવ ૨૯ ટકા ઘટયા હતા.
૨૧ જૂનથી ૨૮ જૂન સુધીના સપ્તાહમાં ચીનના નેશનલ પોર્ટ પર નિકલ ઓરની ઇંવેનટરીઝ ૮૦,૦૦૦ ટન વધીને ૮૦.૩૯ લાખ વેટ ટનની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. આમાનો ૪૪ લાખ ટન નિકલ ઑરનો જથ્થો, માત્ર ૭ પોર્ટ પર જમા થઈને પડ્યો છે. જો તેમાંથી રિફાઈન્ડ નિકલ ઉત્પાદિત કરવામાં આવે તો તે ૬૩,૧૩૦ ટન થવા જાય છે.
ઈન્ડોનેશિયાના સિનિયર ઇકોનોમિસ્ટ ફૈઝલ બસરીએ એવો આક્ષેપ કર્યો છે કે કેટલાય સમયથી ઇન્ડોનેશિયાથી ચીન ખાતે નિકલની દાણચોરી થાય છે. સરકારે ઑર્ નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આમ બની રહ્યું છે. ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન ઇન્ડોનેશિયાથી કૂલ ૫૬ લાખ ટન નિકલ ઓરની નિકાસ થઈ હતી. આમાંથી મહત્તમ ઑર્ ચાઈના નિકાસ થઈ હતી. વાસ્તવમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સરકારે માત્ર ૧૨,૦૨૦ ટન નિકલ ઑર્ નિકાસ થતી અટકાવી છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796