Sunday, November 2, 2025
HomeGeneralચૂંટણીમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ વિરુદ્ધ FIR

ચૂંટણીમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ વિરુદ્ધ FIR

- Advertisement -

નવજીવન સમસ્તીપુર: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ બિહાર વિધાનસભાની 2020ની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ રોસાડા પોલીસ સ્ટેશનમાં પ્રતાપ યાદવ સામે FIR નોંધવામાં આવી છે.



રોસડા પોલીસ સ્ટેશનના પ્રભારી સીતારામ પ્રસાદે ગુરુવારે આ વિશે જણાવ્યું હતું કે હસનપુર વિધાનસભા મતવિસ્તારના તત્કાલીન ચૂંટણી અધિકારી કમ રોસડા ઉપ-વિભાગીય અધિકારી બ્રજેશ કુમારની ફરિયાદના આધારે બુધવારે આ FIR નોંધવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે હસનપુરના આરજેડી ધારાસભ્ય યાદવે ગોપાલગંજમાં પોતાની સંપત્તિની વિગતો છુપાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સંપત્તિની વિગતો છુપાવવા બદલ તેજ પ્રતાપ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 125A હેઠળ રોસડા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે..



ઉલ્લેખનીય છે કે બિહારમાં જેડીયુએ આ સંબંધમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. જેના પછી ચૂંટણી પંચે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો.

- Advertisement -

સીબીડીટીને 2015 અને 2020ની ચૂંટણીઓ માટે ફાઈલ કરવામાં આવેલા સોગંદનામાં વચ્ચે તેજ પ્રતાપની જંગમ અને જંગમ સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો. એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ ચૂંટણી પંચે તેજ પ્રતાપને કારણ બતાવવા માટે નોટિસ પણ આપી છે. આરજેડી નેતાને ત્રણ અઠવાડીયામાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular