નવજીવન ન્યૂઝ.કચ્છઃ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election 2022) આવતા જ નેતાઓનો મુખ્ય મુદ્દો ધર્મ આવી જતો હોય છે. ગુજરાતના રાજકારણમાં અગાઉ પણ ધર્મના નામે લોકોને પોતાના તરફ આકર્ષતા હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં જનતાના પ્રશ્નોનો ઉકેલ કરવાના વચનને સાઈડમાં મુકીને હિન્દુ-મુસ્લિમનો મુદ્દો રાજનીતી રમાય રહી છે.
ગુજરાતમાં ચૂંટણી આવતા જ અનેક મુદ્દા સામે આવી જતાં હોય છે. હાલ તમામ રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો રાજ્યમાં સભાઓ ગજાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં તાજેતરમાં દિલ્હીમાં બનેલા શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી થઈ છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ ગાંધીધામ ખાતે પ્રજાને સંબોધતા AAP પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ લવ જેહાદનો મુદ્દો છેડી દિલ્હીમાં થયેલા હત્યા કેસનો ઉલેખ કર્યો હતો.
હિમંત બિસ્વા અસામના મુખ્યમંત્રી છે સાથે જ હાલ ગુજરાતમાં સ્ટાર પ્રચાર તરીકે ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. તેમણે ગાંધીધામમાં સભામાં સંબોધતા જણાવ્યું હતું કે, આફતાબ શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો, લવજેહાદના નામે શ્રદ્ધાના 35 ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા, મૃતદેહને ફ્રિજમાં રાખીને અન્ય યુવતી સાથે ફરતો હતો. જો દેશ પાસે શક્તિશાળી નેતા પાસે ન હોય, જે દેશને તેની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં થશે અને આપણે સમાજની રક્ષા નહીં કરી શકીએ, માટે 2024માં ત્રીજી વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે. ઉપરાંત હિમંત બિસ્વાએ રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈનની જેમ દેખાય રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |