Sunday, November 2, 2025
HomeGeneralજમ્મુ-કાશ્મીર: 2 એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર: 2 એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ ઠાર

- Advertisement -

નવજીવન.શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ પાસે અનંતનાગ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી બે પાકિસ્તાની આતંકવાદીઓ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે આ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. તેમણે સુરક્ષા કામગીરીને “વિશાળ સફળતા” ગણાવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના બે જિલ્લામાં ગઈકાલે સાંજે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.


કાશ્મીરના આઈજીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 6 આતંકવાદીઓ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 6 આતંકવાદીઓમાં બે સ્થાનિક આતંકવાદી અને બે પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે. બે અન્ય આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ અમારા માટે મોટી સફળતા છે.”



અનંતનાગના નૌગામ વિસ્તારમાં આતંકી સાથેની અથડામણ દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. બાદમાં તેને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અનંતનાગ એન્કાઉન્ટર પછી તરત જ ચોક્કસ ઇનપુટ્સ મળ્યા બાદ કુલગામ જિલ્લાના મિરહામા ગામમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનની વચ્ચે જ આતંકીઓએ ગોળીબાર કર્યો હતો.

- Advertisement -

કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું હતું કે એક આતંકવાદી માર્યો ગયો છે. બાદમાં મોડી સાંજના ઓપરેશનમાં વધુ બે આતંકવાદીઓના મોતની જાણ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે કાશ્મીર પોલીસે એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓના મોતની જાણ કરી હતી છે. જેમાંથી 4 આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. બે આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular