Friday, February 7, 2025
HomeBusinessભારત તેના સુગર સબસિડીના નોટિફિકેશન ડબલ્યુટીઓના દેશોને તત્કાળ મોકલે

ભારત તેના સુગર સબસિડીના નોટિફિકેશન ડબલ્યુટીઓના દેશોને તત્કાળ મોકલે

- Advertisement -

બ્રાઝિલ મોટો શેરડી પાક લઈને આવી રહ્યાના અહેવાલથી જાગતિક ખાંડ ભાવોમાં નરમાઈ

ભારતની સુગર મોસમ ૩૨૦ લાખ ટન ઉત્પાદન સાથે બંધ થવાનું અનુમાન

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારત તેના સુગર (Sugar) સંબંધિત સબ્સિડીના નોટિફિકેશન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના તમામ સભ્યોને તત્કાળ મોકલે, એવી સંગઠિત વિનંતી ડબલ્યુટીઓના (WTO) બ્રાઝિલ, કેનેડા, અને યુરોપિયન યુનિયન સહિતના સભ્યોએ કરી છે. ૨૩ અને ૨૪ મેના રોજ જીનેવામાં યોજાયેલી ડબલ્યુટીઓની એગ્રિકલ્ચરલ કમિટીમાં આ બાબત ચર્ચાના એરણ પર મુકાઇ હતી. બ્રાઝિલ, કેનેડા, કોસ્ટારીકા, પેરુગ્વે, ન્યુઝીલેન્ડ, યુરોપિયન યુનિયન, અને ગ્વાટેમાલા જેવા સુગર નિકાસકાર દેશોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે પોતાના ખેડૂતોને ટેકાના ભાવના પગલાંથી, ભારત આખી દુનિયાના સુગર વેપારને અસ્તવ્યસ્ત કરી નાખે છે.

બ્રાઝિલ મોટો શેરડી પાક લઈને આવી રહ્યાના અહેવાલથી જાગતિક ખાંડ ભાવોમાં છેલ્લા કેટેલાંક ટ્રેડિંગ સત્રોમાં નરમાઈ આવી છે. રો સુગર ન્યુયોર્ક જુલાઇ વાયદો શુક્રવારે ૧૮.૪૫ સેંટ બંધ થવા અગાઉ ૧૮.૦૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) અને લંડન વ્હાઇટ સુગર ઓગસ્ટ વાયદો ૫.૨૦ ડોલર વધીને ૫૪૫.૯૦ ડોલર પ્રતિ ટન બંધ થયા હતા. શુક્રવારે કોમોડિટી ટ્રેડિંગ કમિશન (સીએફટીસી) એ કહ્યું હતું કે, ૨૧ મેના પૂરા થયેલા સપ્તાહમાં મંદીવાળા સટ્ટોડિયાઓએ આઇસીઇ રો સુગર વાયદામાં મોટાપાયે વેચાણ કર્યું હતું.

- Advertisement -

જ્યારે એસીપી/એલડીસી ગ્રૂપના સુગર ટ્રેડ એનાલિસ્ટ જુલિયન પ્રાઇસને પૂછવામાં આવ્યું કે જાગતિક ભાવને કયા મુદ્દાઓ સ્પર્શ કરે કરે છે? તેમણે કહ્યું કે વર્તમાન સુગર મોસમમાં થાઇલેન્ડ અને ભારતના ઉત્પાદન વિષે તેઓ આશાવાદી નથી. વૈશ્વિક ખાંડના માંગ અને પુરવઠા વચ્ચે વર્તમાન વર્ષ, વધુ એક નબળું વર્ષ પુરવાર થશે. મહત્વના નિકાસકાર દેશોમાં ઉત્પાદન ઘટવાને લીધે તેઓ નિકાસ બજારમાં સક્રિય નહીં હોય, તે જોતાં ત્રિમાસિક વેપાર પ્રવાહ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળશે.

કર્ણાટક અને તામિલનાડુમાં એકાદ બે મિલો ચાલુ હોવા સિવાય, ભારતમાં ૨૦૨૩-૨૪ની ખાંડ મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતની સુગર મોસમ, ૩૨૦ લાખ ટન ઉત્પાદન સાથે બંધ થવાનું અનુમાન છે. ઓક્ટોબરમાં પૂરા થતાં ઇથેનોલ ઉત્પાદનમાં વર્ષમાં, સુગર સ્વરૂપે ૨૦ લાખ ટન લઈ ગયા પછી, સુગર ઉત્પાદનનો ઉકત અંદાજ મૂકવામાં આવ્યો છે. વર્તમાન સિઝન ૫૧.૮ લાખ ટન પુરાંત સાથે શરૂ થઈ હતી. આ પુરાંત સ્ટોક ઉમેરતા ભારતમાં ૩૭૧.૮૦ લાખ ટન ખાંડનો વપરાશી સ્ટોક ઉપલબ્ધ રહેશે. અલબત્ત, એપ્રિલ અંતે ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશેન (ઇસ્મા)એ ભારતમાં ઉત્પાદનનો અંદાજ, ગતવર્ષના સમાન સમયમાં ૩૧૯.૧૨ લાખ ટનથી ઘટાડીને ૩૧૩.૭૩ લાખ ટન મૂક્યો હતો.

ઔધ્યોગિક ગ્રાહકો જૂન માસિક વેચાણ વિતરણ ક્વોટાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હોવાથી, સ્થાનિક બજારોમાં ભાવ સ્થિરતા જોવા મળી રહી છે. બજારમાં એવી ધારણા પ્રવર્તે છે કે જૂન માસિક ક્વોટા, ગતવર્ષના સમાન મહિનાના ૧૫ લાખ ટન ક્વોટા સામે ૨૫ લાખ ટન આવશે. મહારાષ્ટ્રમાં અત્યારે એસ-૩૦ ઝીણી ખાંડના ક્વિન્ટલ દીઠ ભાવ રૂ. ૩૬૦૦થી ૩૬૩૦, એમ-૩૦ મધ્યમના રૂ. ૩૬૮૦થી ૩૭૧૦ બોલાય છે. ઉત્તર પ્રદેશના મુજફફરનગરમાં એમ-૩૦ ગ્રેડ રૂ. ૩૮૯૦થી ૩૯૧૦ બોલાય છે. એનાલિસ્ટઓ માને છે કે આગામી થોડા સપ્તાહોમાં કોલ્હાપુર બજારમાં ઝીણી ખાંડના ભાવ રૂ. ૩૫૪૦ અને રૂ. ૩૬૬૦ આસપાસ રહેશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular