નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મિસાઈલ લેન્ડિંગ પર રક્ષા મંત્રાલયે પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, “આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ છે અને તેમને આ ઘટના માટે ખૂબ જ ખેદ છે.” સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 9 માર્ચ 2022ના રોજ નિયમિત સમારકામ દરમિયાન તકનીકી ખામીને કારણે, આ મિસાઈલ અકસ્માતે લોન્ચ થઈ ગઈ હતી. સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રક્ષા મંત્રાલયે કહ્યું, સમજી શકાય છે કે મિસાઈલ પાકિસ્તાનની સીમામાં પડી હતી. જો કે તે ખૂબ જ ખેદજનક છે, પરંતુ રાહતની વાત છે કે આમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પાકિસ્તાને આ મામલે ભારતના દૂતાવાસના પ્રભારીને બોલાવ્યા હતા અને ‘ફ્લાઈંગ ઈન્ડિયન સુપરસોનિક ઑબ્જેક્ટ’ દ્વારા એરસ્પેસના બિનઉશ્કેરણીજનક ઉલ્લંઘન બદલ સખત વિરોધ નોંધાવ્યો હતો. વિગતવાર અને પારદર્શક તપાસની માંગણી કરવામાં આવી હતી.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, ભારતીય રાજદ્વારીને ‘ફ્લાઈંગ ઈન્ડિયન સુપરસોનિક ઓબ્જેક્ટ’ દ્વારા એરસ્પેસના કથિત ઉલ્લંઘન અંગે જાણ કરવામાં આવી છે. આ પદાર્થ 9 માર્ચે સાંજે 6.43 કલાકે ભારતના સુરતગઢથી પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો. મિસાઈલ એ જ દિવસે સાંજે 6.50 વાગ્યે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચુન્નુ શહેરમાં જમીન પર અથડાઈ હતી, જેના કારણે નાગરિક સંપત્તિને નુકસાન થયું હતું.
વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારતીય રાજદ્વારીને જાણ કરવામાં આવી હતી કે આ મિડાઈલથી માત્ર નાગરિક સંપત્તિને નુકસાન જ નથી થયું પરંતુ માનવ જીવન માટે પણ ખતરો છે. તેમણે કહ્યું કે તેનાથી પાકિસ્તાનની એરસ્પેસમાં કેટલીક સ્થાનિક/આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને પણ ખતરો છે અને તે ગંભીર વિમાન દુર્ઘટનાનું કારણ બની શકે છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.