Tuesday, May 30, 2023
HomeGeneral10થી વધુ વખત ફેલ થયા પછી પણ તેમણે હાર ન માની, IAS...

10થી વધુ વખત ફેલ થયા પછી પણ તેમણે હાર ન માની, IAS બન્યા, ઓફિસરની Success Story ઈન્ટરનેટ પર છવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોઈપણ પરીક્ષામાં નાપાસ થવું, પછી ભલે તે કોઈ પણ હોય, તે નિરાશા લાવે છે, પરંતુ એક એવો માણસ કે જેણે 13 વખત નિષ્ફળતા બાદ પણ હિંમત ન હારી અને દરેક વખતે એક નવા જુસ્સા સાથે આગળ વધવા માટે પોતાને તૈયાર કર્યા. આખરે, તે પોતાનું UPSC લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યા અને IAS બન્યા.

હવે આ IAS ઓફિસર્સનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે, જેને તેમણે પોતે શેર કર્યું છે અને જણાવ્યું છે કે તેઓ કેટલી વાર અને કઈ પરીક્ષાઓમાં નાપાસ થયા છે. તેમના આ ટ્વીટ પર ઘણા યુઝર્સે પોતાના અનુભવો પણ શેર કર્યા છે. ઘણા લોકોએ આ ટ્વીટને પ્રેરણાદાયી ગણાવી છે. આ ટ્વીટ એ તમામ લોકો માટે એક નવા કિરણ જેવું છે જેઓ આ દિવસોમાં પરીક્ષામાં નાપાસ થયા છે અથવા ઘણા પ્રયત્નો કરવા છતાં સફળ નથી થઈ શક્યા.


- Advertisement -


IAS અવનીશ શરણ 2009ના છત્તીસગઢ કેડરના અધિકારી છે. તે અવારનવાર પ્રેરણાત્મક ટ્વીટ કરતા રહે છે, પરંતુ આ વખતે તેમણે ટ્વિટ કરીને લોકોને પોતાની નિષ્ફળતા સાથે જોડાયેલી કહાની જણાવી છે. આ ટ્વીટમાં તેમણે જણાવ્યું કે તે 13 વખત નાપાસ થયા બાદ UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા હતા.

તેમણે પોતાના ટ્વીટમાં વિવિધ પરીક્ષાઓના માર્કસની ટકાવારી વિશે પણ જણાવ્યું છે. અવનીશ શરણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે, તેમણે 10મામાં 44.7%, 12મામાં 65% અને ગ્રેજ્યુએશનમાં 60% માર્ક્સ મેળવ્યા છે. જો કે, અવનીશ શરણે તેમના બીજા પ્રયાસમાં UPSC પરીક્ષા આપી હતી, તેથી તેમનો ઓલ ઈન્ડિયા રેન્ક 77 હતો.



આ પહેલા પણ અવનીશ શરણ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે તેમની 10મા ધોરણની માર્કશીટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અવનીશ શરણની આ ટ્વીટ વાયરલ થયા બાદ હવે યુઝર્સ પણ આ જ ફોર્મેટમાં પોતાની સ્ટોરી શેર કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ટ્વીટથી ઘણો આત્મવિશ્વાસ આવી રહ્યો છે. તે જ સમયે, પરીક્ષાઓમાં નાપાસ થયેલા ઘણા ઉમેદવારો પણ IAS અધિકારી અવનીશ શરણની વાતથી ખૂબ પ્રભાવિત થયા હતા.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular