Friday, April 19, 2024
HomeGujaratAhmedabadરાજ્યના આ હિસ્સામાં માવઠાની સંભાવના વચ્ચે, ઠંડીનું જોર ઘટવાની આગાહી

રાજ્યના આ હિસ્સામાં માવઠાની સંભાવના વચ્ચે, ઠંડીનું જોર ઘટવાની આગાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશાનો પવન ફૂંકાતા ઠંડીનું જોર ઘટે તેવું હવામાન વિભાગનું (Meteorological Department) અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સુધી વધારો થઈ શકે છે. રાજ્યના વાતાવરણની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણ(Gujarat Weather Update) પણ તેની સીધી અસર જોવા મળશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદ(Rainfall) પણ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જે મુબજ તારીખ 27થી 29 જાન્યુઆરી દરમિયાન ઠંડીના ચમકારામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. લધુતમ તાપમાન વધવાને કારણે ઠંડીમાં રાહત જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો 20 ડિગ્રી જ્યારે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યાં પણ ઠંડીનું જોર ઘટશે પણ રાત્રિના સમયમાં ઠંડી યથાવત જોવા મળશે.

- Advertisement -

માવઠાની સંભાવના વ્યક્ત કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, તારીખ 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક જિલ્લામાં માવઠાની સંભાવના રહેલી છે. જેમાં વડોદરાના કેટલાક હિસ્સા, પંચમહાલ જિલ્લો અને મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સામાં માવઠું થાય તેવી સંભાવના રહેલી છે. જ્યારે અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહેશે અને કેટલાક હિસ્સામાં વરસાદી છાંટા વરસી શકે તેમ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના હિસ્સામાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને માવઠું થાય તેવી શક્તા રહેલી છે.

ફેબ્રુઆરી મહિનાની જો વાત કરીએ શરૂઆતી સપ્તાહમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતવરણ પલટાતું રહી શકે છે.

Windy: Wind map & weather forecast

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular