નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં નવરાત્રીના તહેવારનું અનેરું મહત્વ છે, હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મહામારીના કારણે નવરાત્રીનો તહેવાર ઉજવી શકાઈ ન હતી. જેના કારણે ખેલૈયાઓ હવે આ વર્ષે નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે વડોદરામાં આયોજકોએ આજે માંજાલપૂરના ધરસભ્યને રજૂઆત કરી હતી કે આ વર્ષે ગરબા રમવા માટે 12 વાગ્યેની જગ્યાએ અઢી વાગે સુધીનો સામે કરવામાં આવે. જેને લઈને માંજાલપૂરના ધારાસભ્યએ ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરી છે.
આ અંગે માંજલપૂર ધારાસભ્ય યોગેશ પટેલ જણાવે છે કે, “કેટલાક આયોજકો વડોદરા શહેરમાં વર્ષોથી ગરબાનું આયોજન કરે છે. જેના માટે આ આયોજકો લાખો-કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. તેમ છતાં સરકારની ગાઈડલાઇન મુજબ 12 વાગ્યા પછી ગરબા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે આ વર્ષે મોટાભાગના ગરબા આયોજકોએ મને સંપર્ક કર્યો હતો અને રજૂઆત કરી હતી કે ગરબાના સમયમાં વધારો કરવામાં આવે. આ અંગે આયોજકોએ મને જે કાગળ આપ્યા એ મેં હર્ષ સંઘવીને મોકલી આપ્યા છે અને રજૂઆત કરી છે કે નવરાત્રીમાં છેલ્લા 3-4 દિવસ ગરબાના સમયમાં વધારો કરવામાં આવે.”
આયોજકોની સાથે સાથે ખેલૈયાઓની પણ એવી ઈચ્છા છે કે આ વર્ષે ગરબાના સમયમાં વધારો કરવામાં આવે, કારણ કે છેલ્લા બે વર્ષથી તેમને ગરબા રમવા મળ્યા નથી તો આ વર્ષે સમય મર્યાદા વધારવામાં આવે તો તેમણે નવરાત્રીની મજા માણી શકે.