નવજીવન.ગાંધીનગરઃ
ગુજરાતમાં ઓમિક્રોનના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોનના કેસમાં ગુજરાત ટોપ 5 માં આવી ગયું છે. ઓમિક્રોનના કેસની વધતિભાતી સંખ્યાને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને ઓમિક્રોનની વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. દૈનિક ટેસ્ટિંગની સંખ્યા વધારીને 70 હજાર ટેસ્ટિંગ કરવામાં માટે મુખ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત વિદેશથી આવતા લોકોના ટેસ્ટિંગ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. જો કે અન્ય રાજ્યોની જેમ કડક અમલવારીને બદલે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર જ વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રનના કેસ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી 5 તો અમદાવાદના જ છે અને મહેસાણા અને આણંદના 2 કેસ છે. ઓમિક્રોનના 9 કેસમાંથી 7 મહિલાઓ અને 2 પુરોષોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધી 23 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં અમદાવાદ 7, જામનગરમાં 3, વડોદરા 3, મહેસાણામાં 3, આણંદમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાઈ ચુક્યો છે.
બીજી તરફ આગામી સમયમાં સરકાર વાઇબ્રન્ટ સમિટ 2022નું આયોજન કરવા જઈ રહી છે. જેમાં મોટાભાગે વિદેશથી લોકો આવવાના છે. તેથી ઓમિક્રોન વધુ ફેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












