Sunday, November 2, 2025
HomeGujaratગુજરાતના આ IPS અધિકારીનું ભારતીય જાસૂસી સંસ્થા RAW માં જવાનું આખરે નિશ્ચીત...

ગુજરાતના આ IPS અધિકારીનું ભારતીય જાસૂસી સંસ્થા RAW માં જવાનું આખરે નિશ્ચીત થયુ

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ.નવજીવન) : 2005 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલને ભારતીય જાસુસી સંસ્થા જેને રોના ટુંકા નામથી ઓળખવામાં આવે છે તેમાં ડેપ્યુટેશન ઉપર જવાની મંજુરી ગુજરાત સરકારે આપી દીધી છે, આગામી સપ્તાહમાં ભારત સરકાર પણ આ મામલે તેમની લીલી ઝંડી આપે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાત એટીએસના ડીઆઈજી તરીકે ફરજ બજાવતા હિમાંશુ શુકલ 2015થી એટીએસમાં કાર્યરત છે, બુધવાર રોજ ગુજરાતના આઈપીએસને બઢતી આપવામાં આવતા જામનગરના એસપી દિપેન ભદ્રનને ગુજરાત એટીએસમાં ડીઆઈજી તરીકે નિયુકતી આપવામાં આવતા હવે હિમાંશુ શુકલને એટીએસના ડીઆઈજી તરીકે મુકત કરી દિલ્હી ખાતે રોમાં નિયુકતી આપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.



2005 બેચના આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલએ ગુજરાત કેડરમાં વડોદરાના એએસપી તરીકે પોતાના કામની શરૂઆત કરી હતી, ત્યાર બાદ સાબરકાંઠામાં પણ તેઓ એએસપી હતા, ખેડાના એસપી તરીકે તેમણે પદભાર સંભાળ્યો હતો. 2008માં અમદાવાદમા થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં તેમને અમદાવાદા ક્રાઈમ બ્રાન્ચની મદદમાં બોલાવવામાં આવ્યા હતા અને 2010માં તેઓ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી બન્યા હતા. 2015 સુધી તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં હતા, ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે લાંબો સમય રહેનાર આઈપીએસ અધિકારી એ કે સુરોલીયાનો રેકોર્ડ તેમણે તોડયો હતો.

2015માં હિમાંશુ શુકલને ગુજરાત એટીએસમાં મુકવામાં આવ્યા હતા, ગુજરાત પોલીસના અધિકારીઓ એટીએસને સાઈડ પોસ્ટીંગ અને સજાની જગ્યા માને છે,. જેના કારણે એટીએસ મહંદઅંશે મહત્વની બ્રાન્ચ હોવા છતાં મૃતપ્રાય દશામાં રહી પરંતુ હિમાંશુ શુકલએ ક્રાઈમ બ્રાન્ચનો હવાલો સંભાળ્યા પછી તેમણે ગુજરાત એટીએસને જીંવંત બનાવી દીધી, તેઓ છ વર્ષ સુધી એટીએસમાં રહ્યા, તેમના સાથી અધિકારીઓ કહે છે કે રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંંગમાં ગુજરાત કેડરના અનેક અધિકારીઓ ગયા હતા પરંતુ તેમનો કાર્યકાળ પુરો થાય તે પહેલા પાછા ફર્યા હતા પરંતુ હિમાંશુ શુકલનું માઈન્ડસેટ અને તેમની કામ કરવાની પધ્ધતીને કારણે તેઓ રો માટે અનુકુળ અધિકારી છે.



તેમના સાથી અધિકારીઓ કહે છે કે એક પોલીસ અધિકારી તરીકે કયા અટકી જવુ અને ગાંધીનગરથી મળતા સુચનાઓને કયારે તાબે થવુ નહીં છતાં સુચના આપનારને પણ માઠુ લાગે નહીં તેવી આવડત તેમનામાં છે જેના કારણે એક જ સરકારમાં પોતની નોકરીનો લાંબો સમય પસાર કરનાર હિમાંશુ શુકલ સરકારની નજીક હોવા છતાં સરકારના માણસ તરીકેની છાપથી પોતાની બચાવવામાં ઘણા અંશે સફળ રહ્યા છે હવે તેમની લક્ષ દિલ્હી છે. તેઓ ગુજરાત છોડે તે પહેલા ગુજરાત એટીએસની કમાન કોઈ સક્ષમ અધિકારીના હાથમાં સોપાય તેવી તેમની અંદરથી ઈચ્છા હતી જેના કારણે તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં પોતાના અનુગામી અને જામનગરના ડીએસપી દિપેન ભદ્રનને એટીએસના એસપી તરીકેના વધારાના હવાલામાં સામેલ કરાવી વિવિધ ઓપરેશનનો હિસ્સો બનાવ્યા હતા.

- Advertisement -

ગુજરાત સરકારે સાત આઈપીએસ અધિકારીઓને ડીઆઈજી તરીકે બઢતી આપી તેમાં દિપેન ભદ્રન સહિત ડી એચ પરમારને બઢતી આપી તેમની ગાંધીનગર મોટર ટ્રાન્સપોર્ટમાં યથાવત રાખ્યા છે, સુરત મધ્યસ્થ જેલના એસપી મનોજ નીનામાને બઢતી આપી સુરત જેલમાં જ રાખ્યા છે. સીઆઈડી ક્રાઈમના એસપી સૌરભ તોલંબીયાને પણ બઢતી સાથે મુળ જગ્યા રાખ્યા છે,. ડીસીપી ઝોન-3 અમદાવાદના મકરંદ ચૌહાણને એસીબીમાં બઢતી સાથે મુકવામાં આવ્યા છે. રેલવેના એસપી પરિક્ષીતા રાઠોડને સીઆઈડી ક્રાઈમમાં બઢતી સાથે મુકયા છે. એસઆરપી કમાન્ડન્ટ આર એમ પાંડેને વડોદરા આર્મસ યુનિટમાં મુકવામાં આવ્યા છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular