નવજીવન ન્યૂઝ. અમદાવાદ: હાઈકોર્ટ (Gujarat High Court) સતત જાહેર હિત માટે થયેલી અરજી પર સુનાવણી કરી વ્યવસ્થાતંત્રને ટકોરે છે. રખડતાં ઢોર (Stray Cattle) મામલે પણ હાઈકોર્ટે તંત્રને તાકીદ કરી અને તે અંગે યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો. હવે જૂનાગઢમાં (Junagadh) આવેલો ગિરનાર પર્વત (Girnar Hill) કે જે લોકો ધાર્મિક પ્રવાસન સ્થળ છે ત્યાં પ્લાસ્ટિકના ઉપયોગથી થઈ રહેલા પ્રદૂષણ મામલે (Plastic Ban) હાઈકોર્ટે સ્થાનિક તંત્રને યોગ્ય પગલાં ભરવા તાકીદ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢનાં ગિરનાર પર્વત પર થઈ રહેલી ગંદકી મામલે જાહેર હિતની એક અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની સુનાવણી આજ રોજ હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જાહેર હિતની અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, ગીર જંગલ કેન્દ્ર સરકારના ઈકો ફોરેસ્ટ અંતર્ગત આવે છે. ગિરનાર પર્વત પર થઈ રહેલી ગંદકીને દૂર કરવા કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા તે અંગે સ્થાનિક કલેક્ટર અને નાયબ કલેકટરે હાઈકોર્ટને માહિતી આપી હતી. જો કે કોર્ટે અધિકારીઓએ ગંદકી અંગે આપેલા ખુલાસા અંગે કડક વલણ દાખવ્યું હતું.
અધિકારીઓનું કહેવું હતું કે, દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી છે. જો કોઈ દુકાનદાર સૂચનાઓનું પાલન નહીં કરે કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ અધિકારીઓએ હાઈકોર્ટને જણાવ્યુ હતું. પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરાઈ રહી હોવાની વાત સ્થાનિક અધિકારીઓએ કરી હતી.
જો કે હાઈકોર્ટે પેપર કપના વપરાશ સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, પેપર કપ ખૂબ પ્રદૂષણ કરે છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, તંત્ર કામગીરીની વાતો કરે છે, સૂચના આપીએ ત્યારે જમીની કામગીરીનો ફોટો બતાવે છે પણ નિયમોનું પાલન યોગ્ય રીતે થતું નથી. આ સાથે હાઈકોર્ટે પ્લાસ્ટિકના વપરાશ અંગે કોઈ બીજો વિકલ્પ પણ અજમાવવાની સૂચના આપી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796