Saturday, April 20, 2024
HomeGujaratબોલો… ચૂંટણી ગુજરાતમાં અને દારૂબંધી થશે આજુબાજુના પ્રદેશોમાં ? જાણો કેમ…

બોલો… ચૂંટણી ગુજરાતમાં અને દારૂબંધી થશે આજુબાજુના પ્રદેશોમાં ? જાણો કેમ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દીવ-દમણઃ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. જોરશોરથી તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રશારમાં લાગી ગયા છે. તેવામાં ગુજરાતની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતીઓની હોટ ફેવરીટ ગણતા સ્થળ દીવ અને દમણમાં આગામી દિવસમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગવા જઈ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તેની અસર ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દારૂના વેચાણ પર આ પ્રતિબંધ મુકાયો છે. આ મામલે દિવ કલેક્ટરે જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણી શાંતિપુર્વક યોજાય તે માટે 29મી તારીખે સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બર સાજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જ્યારે 3 ડિસેમ્બર સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. આ ઉપરાંત 8 ડિસેમ્બરના દિવસે પણ દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં 1 થી 8મી સુધીના દિવસોમાં માત્ર 2 ડિસેમ્બર, 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બર આમ ત્રણ જ દિવસ જ દારૂ મળશે.

- Advertisement -

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાના પહેલા 29મી સાંજે 5 વાગે દીવ-દમણમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગી જશે, જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. એટલે કે 3 દિવસ પ્રતિબંધ રહેશે. ત્યારબાદ બીજા તબક્કાના મતદાન પહેલા 3થી 5 ડિસેમ્બર સુધી દારૂ વેચાણ પર પ્રતિબંધ રહેશે, ઉપરાંત ચૂંટણીના પરિણામના દિવસે પણ દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દિવ-દમણ અને દાદરા નગર હવેલીની જેમ જ ગુજરાતના પાડોશી રાજ્યો પણ આ પ્રકારે ચૂંટણીને ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવશે. કારણ કે, જ્યારે કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય ત્યારે આસપાસના રાજ્યો કે જ્યાં દારૂબંધી ન હોય ત્યાં મતદાન પહેલાના 48 કલાકથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી દારૂબંધી જાહેર કરવામાં આવતી હોય છે. સાથે જ ગુજરાતમાં પણ આ પ્રકારને દારૂના પરમિટ ધારકો માટેની લાયસન્સ વાઈનશોપને પણ બંધ રાખવામાં આવશે જેને પરિણામ આવ્યા બાદ શરૂ કરવામાં આવતી હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular