નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ Gir Somnath News: ગુજરાતના જંગલોમાં ચંદન, સાગ વગેરે જેવા કિંમતી ઝાડ છે. જે ઝાડ પર કાયમ તસ્કોરોની નજર રહેતી હોય છે. તસ્કરો (smugglers) આવા કિંમતી ઝાડને કાપી તેની કાળા બજારી કરતા હોય છે. માટે જ આ કિંમતી સંપદાને બચાવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ બાજ નજર રાખતી હોય છે. ત્યારે ગીર સોમનાથ પોલીસે (Gir Somnath Police) ગીરના જંગલમાંથી (Gir Forest) સફેદ ચંદનની (Sandalwood) ચોરી કરી નિકળેલા બે આરોપીની ઝડપી પાડ્યા છે.
ગીરના જંગલમાંથી ચંદનના કિંમતી વૃક્ષના થતા ગેરકાયદેસર કટીંગ અને હેરાફેરીને અટકાવા માટે જુનાગઢ રેન્જ IG અને ગીર સોમનાથ પોલીસ અધીક્ષકે સુચના આપી હતી. જેને ધ્યાનમાં રાખી LCBના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર વી.કે. ઝાલા અને તલાલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર આર. એચ. મારૂ અને તેમની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન ગીર જંગલમાંથી સફેદ ચંદનની ચોરી કરી નિકળ્યા હોવાની માહિતી મળી હતી.
પોલીસને માહિતી મળતા તાલાલા બસ સ્ટેન્ડ પાસેથી પ્રકાશ ચંદ્રવંશી રહે. મધ્યપ્રદેશ અને સંજય ચંદ્રવંશી રહે. મધ્યપ્રદેશને ઝડપી પાડ્યા હતા. જેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી ગીરના જંગલમાંથી ચોરી કરેલું 23 કિલો સફેદ ચંદન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત રૂપિયા 1,15,000 જેટલી આંકવામાં આવી રહી છે. જ્યારે ચંદનનું ઝાડ આરોપીઓને બતાવનાર આરોપી જાકીર મંડી અને ચંદનના ચોરી થયેલા લાકડાનો જથ્થો જેના સુધી જવાનો હતો તે આરોપી લાલા મંડીને પકડવાના બાકી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસીઓ છે. જ્યારે આરોપી જાકીર મંડી ગીર વિસ્તારનો જાણકાર હતો. જેના કહેવાથી પકડાયેલા આરોપી મધ્યપ્રદેશથી ટ્રેન મારફતે તલાલા ગીરના જંગલ વિસ્તારમાં આવી ચંદનનું ઝાડ કાપીને તેના નાના-નાના ટુકડા કરતા હતા. ત્યારબાદ આ ટુકડાઓને બેગમાં ભરીને ટ્રેન કે બસ મારફતે મધ્યપ્રદેશ જઈ આરોપી લાલો મંડીને આપતા હોવાની કબુલાત કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796