Tuesday, April 30, 2024
HomeGujaratગાંધીનગર પોલીસના કર્મી તોડ કરવા પહોંચ્યા ઉદેપુર, રાજસ્થાન ACBએ આવી રીતે દબોચ્યા-...

ગાંધીનગર પોલીસના કર્મી તોડ કરવા પહોંચ્યા ઉદેપુર, રાજસ્થાન ACBએ આવી રીતે દબોચ્યા- VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત પોલીસના કેટલાક કર્મીઓ અનેક વખત ગુજરાત એસીબીના હાથે લાંચ લેતા અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં તો અનેક વખત ખાખીને બદનામ કરતા કિસ્સા સામે આવ્યા છે. પરંતું ગુજરાતના પાડોશી રાજ્યમાં પણ ગુજરાત પોલીસ પર વધુ એક ધબ્બો લાગતી ઘટના સામે આવી છે. ગાંધીનગરના બે પોલીસ કર્મી તોડપાણી કરવા માટે ઉદેપુર પહોંચ્યા હતા. જ્યાં લાંચ લેવા જતાં રાજસ્થાન એસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના દહેગામના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ મહેશ ગુણવંતભાઈ ચૌધરી અને કોન્સટેબલ ભરત મનાભાઈ ચૌધરી એક દારૂના કેસ બાબતે રાજસ્થાનના ઉદેપુરમાં ગયા હતા. જ્યા તેમણે ફરિયાદીને આ કેસમાં નામ ન ખોલવા માટે બે લાખની માગણી કરી હતી. રકઝકના અંતે ડિલ 1,10,000 રૂપિયામાં નક્કિ થઈ હતી.

- Advertisement -

ફરિયાદી લાંખની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબતની ફરિયાદ રાજસ્થાન એસીબીને કરી હતી. ફરિયાદના આધારે ઉદયપુરની એસીબીના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર પ્રસાદ ગોયલની દેખરેખ હેઠળ, એસીબી સ્પેશિયલ ઉદયપુર યુનિટે અધિક પોલીસ અધિક્ષક ઉમેશ ઓઝાની આગેવાની હેઠળ લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એસીબીના ટ્રેપની શંકા જતાં એક પોલીસ કર્મીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular