નવજીવન વડોદરા: વરોડરમાં એક કંપનીમાં બોઈલર ફાટતાં Boilers Blast મોટી દુર્ઘટના સર્જાઈ છે. મકરપુરાની જીઆઈડીસીમાં કેન્ટોન લેબોરેટરીમાં Canton Laboratories Company બોલયાર ફાટતાં મોટો વિસ્ફોટ થયો હતો અને આગ પ્રસરી ગઈ હતી. બોઈલર ફાટતા દોઢ કિમી સુધીની બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા. સાથે જ કંપનીમાં કામ કરતા ૧૪ જેટલા કર્મચારી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે લોકો મોતને ભેટ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની કેન્ટોન પ્રાઇવેટ લિમિટેડ Canton Laboratories Company કંપનીમાં સવારે ૯ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતાંની સાથે એટલો પ્રચંડ વિસ્ફોટ થયો હતો કે સ્થાનિકોને ભૂકંપ આવ્યો હોવાનું લાગ્યું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. બોઈલર ફાટતાં કંપનીના અનેક કર્મચારીઓ દાઝી ગયા હતા જેમને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા છે.જ્યારે અનેક બાળકો પણ દાઝી ગયા છે. કંપનીના કર્મચારીઓએ રહેવા માટે ઝૂંપડાઓ બાંધ્યા હતા જેના લીધે પરિવારના લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. બોઈલર નીચે હજી પણ લોકો દબાયા હોવાની શક્યતાના કારણે વધુ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે ફાયર સ્ટેશનના અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘર બનાવ્યા છે. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટેન ન થતાં બોઇલર ફાટ્યું હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












