Friday, November 8, 2024
HomeNationalSBIએ 21 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરે, સુપ્રીમ...

SBIએ 21 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરે, સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંકને આદેશ આપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ વિગતોના ખુલાસા પર સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, SBIએ વિગતો જાહેર કરવામાં કોઈની તરફેણ ન કરવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે, ચૂંટણી બોન્ડ (Electoral bond) સંબંધિત તમામ માહિતી, જે SBI પાસે છે, તેને સાર્વજનિક કરવામાં આવે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે SBIને તમામ વિગતો જાહેર કરવા કહ્યું છે અને તેમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર પણ સામેલ છે. SBI એ ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, જે પણ માહિતી ઉપલબ્ધ છે તે જાહેર કરવામાં આવે. SBIએ અમારા આદેશનું પાલન કરવું જોઈએ.

SBI તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમે ચૂંટણી બોન્ડના નંબર સહિત તમામ માહિતી આપીશું. બેંક તેના કબજામાં રહેલી કોઈપણ માહિતી છુપાવશે નહીં. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, SBI એ એફિડેવિટ પણ દાખલ કરવું પડશે કે, તેણે કોઈ માહિતી છુપાવી નથી. કોર્ટે કહ્યું કે SBI 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી પૂરી પાડે.

- Advertisement -

દરમિયાન, કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અંતિમ ઉદ્દેશ્ય કાળાં નાણાંને કાબૂમાં લેવાનો હતો અને સર્વોચ્ચ અદાલતે જાણવું જોઈએ કે, કોર્ટની બહાર આ ચુકાદો કેવી રીતે ભજવવામાં આવે છે. આ દરમિયાન તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આ અંગે કેટલાક નિર્દેશો જારી કરવા પર વિચાર કરવા કહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટની શ્રેણી શરૂ થઈ ગઈ છે.

એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન SBIને ફટકાર લગાવી. કોર્ટે SBIને પૂછ્યું કે, ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતીમાં દરેક બોન્ડ પર નંબર કેમ નથી. પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોર્ટે SBIને કડક શબ્દોમાં આનો ખુલાસો કરવા કહ્યું છે. SBIએ 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમે કાયદાના શાસન અને બંધારણ પ્રમાણે કામ કરીએ છીએ. અમારી ચર્ચા જજ તરીકે પણ થાય છે. અમે ફક્ત અમારા ચુકાદાની સૂચનાઓનો અમલ કરી રહ્યા છીએ.

- Advertisement -

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 2018માં આ યોજનાની શરૂઆતથી 30 હપ્તામાં રૂ. 16,518 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ જારી કર્યા છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે SBIને 12 એપ્રિલ, 2019 થી ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી ચૂંટણી પંચને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. SBI એ ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવા માટે અધિકૃત નાણાકીય સંસ્થા છે.

SBIએ મંગળવારે સાંજે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ ખરીદનાર સંસ્થાઓની વિગતો અને રાજકીય પક્ષો કે જેણે તેને રિડિમ કર્યા હતા તેની વિગતો સબમિટ કરી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, ચૂંટણી પંચે 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં બેંક દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર શેર કરેલી માહિતી પ્રકાશિત કરવાની હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular