Monday, January 20, 2025
HomeGujaratઆપણુ શિક્ષણ આપણને લડતા નહી, આપણને ડરતા શીખવાડે છે

આપણુ શિક્ષણ આપણને લડતા નહી, આપણને ડરતા શીખવાડે છે

- Advertisement -

થોડા દિવસ પહેલા દેશની એક નામાંકિત યુનિવર્સિટીની પત્રકારત્વનો અભ્યાસ કરતી બે વિધ્યાર્થીનીઓએ મારો સંપર્ક કરી મારો સમય માંગ્યો અને મને મળવા આવી,આ બંન્ને વિધ્યાર્થીનીઓ ગુજરાતમાં થયેલા પોલીસના બનાવટી એન્કાઉન્ટરના વિષયને લઈ એક સ્ટડી પેપર લખવા માગતી હતી,તેમનો હેતુ મને મળી આ રીપોર્ટીંગ કેવી રીતે થયુ,તેમાં પડેલી મુશ્કેલીઓ વેગેરે જાણકારી મેળવવાનો હતો, આ દરમિયાન થઈ રહેલા પ્રશ્નોત્તરીમાં એક વિધ્યાર્થીનીએ સવાલ કર્યો કે આ પ્રકારનું રીપોર્ટીંગ કરતી વખતે બદનક્ષીનો કેસ થઈ જાય તો શુ કરવુ ? મેં કહ્યુ આપણે કઈ કરવાનું જ નથી, આપણે જે લખવાનું હતું તે લખી નાખ્યુ હવે, આપણે કઈ કરવાનું જ નથી,જે કરવાનું છે,તે આપણા સમાચારથી નારાજ હોય તેમણે કરવાનું છે, બંન્ને વિધ્યાર્થીનીઓને લાગ્યુ કે તેમના ગંભીર પ્રશ્નનો જવાબ હું સહજતાથી અથવા મઝાકમાં આપી રહ્યો છુ.

એટલે આ વિધ્યાર્થીનીએ પોતાનો પ્રશ્ન જુદી રીતે મારી સામે મુકતા કહ્યુ કે સર અમારા અભ્યાસક્રમમાં અમારે કાયદો પણ ભણવાનો હોય છે, જેમાં અમને ભણાવવામાં આવ્યુ કે તમારે ધ્યાનથી લખવાનું, તમારી સામે તમારા લખાણને કારણે વિવિધ પ્રકારના કેસ થઈ શકે છે ,જેમાં તમારી સામે બદનક્ષીનો કેસ પણ થઈ શકે છે, હું તેના પ્રશ્નની ગંભીરતા અને તેના મનમાં રહેલો ડર સમજી ગયો,મેં તેને સમજાવ્યુ કે માછીમારના ઘરમાં જન્મેવા બાળકને ખબર હોય છે એક ચોક્કસ ઉમંરે તેને દરિયામાં જઈ માછીમારી કરવાની છે,એટલે તેને માછીમારી કેવી રીતે કરવાની તેની તાલીમ આપવામાં આવે છે, આ તાલીમ દરમિયાન તેને કોઈ કહેતુ નથી કે જો જે ધ્યાન રાખજે દરિયામાં ડુબી જાય નહીં, કારણ માછીમારનું ધ્યેય માછીમારી કરવાનું છે, તેનું ધ્યેય દરિયાથી પોતાને કેવી રીતે બચાવવી તેવુ જયારે થશે તે દિવસથી તે કયારેય માછીમારી કરી શકશે નહીં.

- Advertisement -

આપણે નાના હતા ત્યારે,બીજાને સાયકલ ચલાવતા જોઈ, આપણને પણ સાયકલ ચલાવવાની ઈચ્છા થતી હતી, આપણા ઘરના વડિલે આપણને જયારે પહેલી વખત સાયકલ શીખવાડવાની શરૂઆત કરી, ત્યારે તેઓ આપણને કહેતા ચલ ચલ પેંડલ માર,નીચે નહીં સામે જો અરે વાહ સરસ સરસ આ શબ્દો અને આપણા પ્રયાસને કારણે આપણે કયારે સાયકલ ચલાવતા થઈ ગયા તેની ખબર જ પડી નહીં,જયારે સાયકલ ચલાવતા થઈ ગયા અને બહાર જવા લાગ્યા ત્યારે આપણા કાને માતાનો શબ્દ પહોંચતો, શાંતિથી ચલાવજે, ફાસ્ટ ચલાવતો નહીં, ઉતાવળ કરીશ નહીં,ડાબી બાજુ ચલાવજે, પણ તમે કયારેય કોઈએ એવુ સાંભળ્યુ નહી હોય જો ધ્યાન નહીં રાખે તો મરી જઈશ, મૃત્યુ જન્મ જેટલુ જ સનાતન છે, પરંતુ આપણા પિતા અને માતાની ઈચ્છા છે કે જીંદગીની લડાઈ આપણે એકલા હાથે લડીએ, એટલે તે આપણને તમામ વિકટ સ્થિતિ માટે તૈયાર કરે છે.

પત્રકારત્વના વિધ્યાર્થીએ બદનક્ષીનો કાયદો ભણવાનો છે,કાયદો ભણવામાં અને સમજવામાં કોઈ વાંધો નથી અને પોતાના રીપોર્ટીંગમાં ઈરાદાપુર્વક અથવા બેદરકારીને કારણે કોઈ ક્ષતી રહી જાય નહીં જેના કારણે પત્રકારો બદનક્ષીનો સામનો કરવો પડે તેની તકેદારી રાખવી જરૂરી છે, પરંતુ પત્રકારત્વના આખા અભ્યાસક્રમમાં એક કાયદો શિક્ષણનો પાંચમો ભાગ પણ નથી, એક પત્રકાર માટે સારુ રીપોર્ટીંગ કરવુ, ઈન્વેસ્ટીગેટીંગ રીપોર્ટીંગ, સામાન્ય માણસ માટે સંવેદનશીલ રહેવુ અને સારા પત્રકારની સાથે સારા માણસ થવાનું શીખવાનું છે પરંતુ આપણે ત્યાં આખો ક્રમ બદલાઈ જાય છે, કાયદાનો ડર એટલો મોટો કરી દેવામાં આવે છે, કોલેજમાં વિધ્યાર્થી નક્કી કરી નાખે છે કે કેસ થાય તેવુ કોઈ રીપોર્ટીંગ કરશે નહીં, એક પોલીસ અધિકારીને તેની નોકરી દરમિયાન આવશ્યકતા હોય ત્યારે ગોળીબાર કરવાની તાલીમ આપવામાં આવે છે,જો યોગ્ય સ્થિતિ અને યોગ્ય કારણ વગર ગોળીબાર કરનાર અધિકારીને કેસનો સામનો કરવો પડશે તેવુ પણ ભણાવવામાં આવે છે, હવે જો પોલીસ અધિકારીના મનમાં કેસનો ડર ઘુસી જશે તો તે પોતાની ઉપર હુમલો કરનારને પણ ગોળી મારશે નહીં

- Advertisement -

પણ અગત્યનું એવુ છે કે આપણને શિક્ષણ આપનાર કોણ છે, જો શિક્ષણ આપનાર જ ડરમાં જીવતો હશે તો આપણી અંદર ડરનું બીજ રોપશે, મેં મારી પાસે આવેલી વિધ્યાર્થીનીઓને કહ્યુ કે કેસ થાય નહીં તેવા સજ્જડ પુરાવા સાથેની સ્ટોરી કરવાની,છતાં પણ કેસ થાય તો લડી લેવાનું,કયારેક ડર પણ લાગશે પરંતુ ડર આપણી ઉપર સતત હાવી રહે નહીં તેનું આપણે ધ્યાન રાખવાનું, આપણે શિક્ષણ જ એટલા માટે મેળવવીએ છીએ આપણે બળવાન અને હિમંતવાન થઈ પરંતુ મોટા ભાગના શિક્ષીત લોકો ડરમાં જીવતા થઈ જાય છે કારણ આપણને ભણાવનાર આપણને લડવાનું નહીં ડરવાનું શીખવાડે છે, થોડા વર્ષ પહેલા પ્રેસ એકટમાં સુધારા થયા, ગુજરાતના એક મોટા અખબારના તંત્રીએ પોતાના એક સિનિયર પત્રકારને દિલ્હીને પ્રેસ એકટના અભ્યાસ માટે મોકલ્યા,આ પત્રકાર પાછા આવ્યા પછી એક દિવસ તંત્રી અને તમામ પત્રકાર માટે સાથે મળી નવો પ્રેસ એકટ સમજવા બેઠા,એક કલાક કાયદો સમજયા પછી તંત્રીએ કહ્યુ જો આટલા કાયદાઓને ધ્યાનમાં રાખુ તોએક પણ દિવસ અખબાર નિકળે જ નહીં આમ કાયદો માણસ માટે છે,કાયદા માટે માણસે જન્મ લીધો નથી તેવી સાદી સમજ આપણે સમજી લેવાની જરૂર છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular